Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

અમરેલીનાં પીપાવાવ ભેરાઇ ચોકડી પાસે રીક્ષામાંથી પડી જતા મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૪ : મરીન પીપાવાવના ભેરાઇ ચોકડી પાસે રીક્ષા નં.જી.જે.ર૩.ઝેઙ.૭પર૬ના ચાલકે પુરઝડપે અને બે ફીકરાઇથી માણસોની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી શીલ્પાબેન રાહુલભાઇ ચૌહાણના ભાણેજ દિપકભાઇ ઉ.વ.૧પ પડી જતા માથામાં ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નીપજતા રીક્ષા ચાલકે સાથે મરીન પીપાવાવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સગીરાને ભગાડી

રાજુલા બીડી કામદારમાં રહેતી સગીરાને ચાંચ બંદર ગામના ચેતન સામત ચૌહાણ લલચાવી ફોસલાવી ભગાડી ગયાની સગીરાની માતાએ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારમાર્યો

અમરેલી : મરીન પીપાવાવના ખેરા ગામે રહેતા મુળજીભાઇ રૂડાભાઇ ગુજરીયા ઉ.વ.પપને શેઢાના ખુંટા પ્રશ્ને ભુપત કાનજી દેવગણ, જીણા દેવગણ, ભરત ભુપત સહિત ચારએ લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપ્યાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

રાજુલા તાલુકાના જુની કાતર ગામે રહેતા ગ્રામ પંચાયતના સભ્ય ગભરૂભાઇ જીવાભાઇ બાબરીયા ઉ.વ.ર૮ ગામના સરપંચ અમરીશભાઇ વરૂની ડેલી બહાર બાકડે બેઠા હતા. ત્યારે સુરેશ અમરૂ ધાધલે ગાળો બોલી તુ ગામનો આગેવાન થઇ ગયો છે અને બધાને મકાન અપાવે છે તેવું જણાવી હોકી વડે માર મારી ધમકી આપ્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ  નોંધાવી છે.

સગીરાનું અપહરણ

વડીયાના જીથુડી ગામે રહેતી સગીરાના બાંભણીયા ગામના અનીલ પોપટ ચાવડા લલચાવી ફોસલાવી ભગાડી ગયાની સગીરાના પિતાએ વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

છરી ઝીંકી

સાવરકુંડલા જુના બસ સ્ટેન્ડ પાસે સત્યમ મહેશભાઇ ડોડીયા ઉ.વ.ર૪એ ભાવેશ ગજેરા પાસેથી દોઢ માસ પહેલા વીસ હજાર ઉછીના લીધેલ. જે પૈસા આપવામાં થોડુ મોડુ થતા ભાવેશ ઉર્ફે રોબોટ ગોરધન ગજેરા, આલ્કુઉનાવાએ બાઇક ઉપર આવીને છરી વડે ઇજા કરી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ

જામકારોડ ખાંભામાં ડેડાણના રેમતબેન મજીદભા પડાયા ઉ.વ.૪પ અને તેના પિતા વાડીએ ઘરે આવતા હતા. ત્યારે જેઠ ગફુરભાઇ અને તેનો દિકરો ધડુક તેઓની દુકાને બેસેલ હોય. ત્યારે મજીદભાઇએ સનેડાના ભાડાના પૈસા તેમજ આપેલા બેલા માંગતા ઉશ્કેરાઇ ગફુર નાનજી, ધડુક ગફુર, વૈદાબેન ધડુકભાઇ, ખતીબેન ગફુરભાઇ પડાયાએ પતિ-પત્નીને  છરી અને લાકડી વડે માર મારી ઇજા કર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

લાશ મળી

લાઠીના ઝરખીયા પાસે અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી અને આ ઘટનાની જાણ થતાં જ લાઠી પીએસઆઇ શ્રી એન.એ.વાઘેલા તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશને લાઠી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી હતી. મરનાર કોણ છે તેની ઓળખ થઇ નથી પોલીસ તપાસ ચલાવી રહી છે.

(1:19 pm IST)