Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

વેરાવળમાં રેલ્વે ટીકીટનું કૌભાંડ ૧ વર્ષથી ચાલતુ'તુ

ઝડપાયેલ ૪ રેલ્વે કર્મચારીઓ, પાંચ ટીકીટ દલાલો સહિત ૯ની પૂછપરછઃ અન્યની સંડોવણી અંગે તપાસ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૪: ભાવનગર ડીવીઝનમાં આવતા સાસણ, તાલાલા,વિસાવદર, દામનગરના રેલ કર્મચારી દ્રારા રેલ્વે ની ટીકીટો બુંકીગ કરી દલાલ મારફત રાજયભરમાં કાળા બજારી કરતા હોય જેની તપાસ એક વર્ષથી ચાલતી હોય જેનો આર.પી.એફ દ્રારા ખુલ્લો પાડી રેલ્વે કર્મચારી ચાર તથા પાંચ દલાલોની ધરપકડ કરી તેને કોર્ટ માં રજુ કરેલ તે તમામને જામીન મુકત કરી દેવામાં આવેલ હતા તેમજ રેલ્વે વિભાગ તરફથી બદલી કરી ચાર્જશીટ દાખલ કરાયેલ છે આ કાર્યવાહી થતા ભારે ખળભળાટ મચેલ છે.

 રેલ્વે ટીકીટ ની કાળાબજારી નું કૌભાંડ ખુલ્લુ પાડનાર વેરાવળ આર.પી.એફ ના કાઈમ બ્રાંન્ચ ના પી.એસ.આઈ ઉદય ભાનસિંહ એ જણાવેલ હતું કે મીટરગેજ રેલ્વે સ્ટેશન પરથી રોજની એક લાખની ટીકીટનું બુકીગ થતું હોય છેલ્લા એક વર્ષથી સતત તપાસ કરવામાં આવી રહેલ હતી તા.ર૪ એપ્રીલે સાસણગીર રેલ્વે સ્ટેશન પરથી અમદાવાદ, લખનઉ, સુરત, સાહગજ અને સુરત મુઝફરનગર તેમજ ત્રણ તત્કાલ ટીકીટનું કોઈપણ વ્યકતીની હાજરી વગરજ બુકીગ થયેલ હતું જેથી પીએનઆર નંબરના આધારઆ મુસાફરો પાસેથી માહીતી મેળવેલ હતી અને તેમને કાળા બજાર માં ખરીદેલ હોય તે કબુલ કરેલ હતું તપાસ કરતા બુકીગ કલાર્કા સુધી પહેરૂ પહોચયું હતુ જેમાં સાસણગીરના બુકીગ કલાર્ક,સંદીપ અગ્રવાત,તાલાલા ના બુકીગ મનીષ શ્રીવાસ્તવ, વિસાસદરના નીતીન દુમાણીયા, દામનગર ડેપ્યુટી એસ.એસ શિવકુમાર પાસ્વાન સામે ગુનો દાખલ કરેલ હતો તેની સાથે સંકળાયેલા પાંચ દલાલો દલાલો ઈરફાન સરફરાજ અન્સારી ઉ.ર૮ અમદાવાદ, મહેબુબઅલી ઉર્ફે ગડુ અબ્દુલ જબ્બાર અમદાવાદ, ફેજલ ઉર્ફે તોસીફ હનીફ ગોરી ઉ.ર૮ વેરાવળ, તાહીરઅલી હસનઅલી ઉ.ર૯ સાવરકુંડલાની ધરપકડ કરાયેલ હતી તે તમામ ને જામીન પણ મળી ગયેલ હોય તેમ અધિકારીઓએ જણાવેલ હતું.

સૌથી મોટી ગંભીરતા એ છેકે દરરોજ તમામ ટીકીટ બારીઓ ઉપર થી પૈસા જમા થતા હોય જેથી નાના એવા સ્ટેશનોમાં લાખો રૂપીયા ની ટીકીટ બુકીગ થતી હોય તેમ છતા એક વર્ષથી આ કૌભાંડ ચાલતું હોય તેવું આર.પી.એફ એ જણાવેલ છે તેમજ દરેક રીઝવેશન બારી પાસે આર.પી.એફ જ સુરક્ષાની ફરજ બજાવતા હોય ત્યારે જેતે ટીકીટ બારી ઉપર એક ને એક વ્યકતી અથવા શંકાસ્પદ વ્યકતીઓ વારંવાર આવતા હોય તેની કોઈપણ પુછપરછ પણ કરવામાં આવેલ ન હોય તે આર્શ્ચય જનક છે એક વર્ષ થી વધુ રેલ્વે ટીકીટ કાળાબજારી નું કૌભાંડ ચાલતું હોય તે અચાનક ઝડપાય જવું તે પણ રેલ્વે તંત્ર ઉતારૂઓમાં ભારે ચર્ચાનો વિષય બનેલ છે જેથી ભાવનગર ડીવીઝનના જવાબદાર અધિકારીઓ અને જનરલ મેનેજર પણ આની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

આરપીએફના રીપોર્ટની રાહ

સીનીયર ડી.સી.એમ ભાવનગર એ જણાવેલ હતું કે ચાર કર્મચારીઓ સામે રેલ્વેએ ચાર્જ શીટ દાખલ કરેલ છે હાલ તમામ ને અલગ અલગ જગ્યાએ બદલી કરાયેલ છે તેમાં સંદીપ ગીરીશ અગ્રાવત ઉ.ર૯ બુકીગકલાર્ક સાસણ તેને વેરાવળ (ર) મનીષકુમાર અંદરકુમાર શ્રીવાસ્તવ બુકીગ કલાર્ક તાલાલા તેને સોમનાથ (૩) નીતીનકુમાર મનસુખ દુમાણીયા બુકીગ કલાર્ક વિસાવદર તેને કેશોદ (૪) શિવશ્રીપાલ પાસ્વાન જાાનકીપાસ્વાન સ્ટેશન માસ્ટર દામનગર તેને જાલીયા મુકી દેવામાં આવેલ છે હાલ રાજકોટ કોર્ટમાં કાર્યવાહી ચાલતી હોય તેથી આર.પી.એફ દ્રારા રીપોર્ટ આપવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે તે રીપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવેલ હતું.

મોટા શહેરમાં પણ કૌભાંડની શંકા

આર.પી.એફ ના પી.એસ.આઈ ઉદય ભાનસિંહ એ જણાવેલ હતું કે ઘણા વખતથી એટલ કે ધણા વર્ષોથી રેલ્વે ટીકીટ કાળા બજારીનું કૌભાડ ચાલતું હતું તે રેલ કર્મચારીઓની બદલીઓ કરાયેલ છે તે તમામ ને જે જગ્યાએ ફરજ બજાવતા હતા તેના કરતા સારી જગ્યાએ બદલી કરાયેલ છે જે ટીકીટ દલાલો પકડાયેલ છે તે રેલ્વે સ્ટેશનોમાં પડતી પાથરીયા રહેતા હોય આવક જાવક કરતા હોય આખો કારોબારઆ ચાર સ્ટેશનો નહી પણ આ કૌભાંડ ખુલતા મોટા શહેરોમાં અનેક ગણુ હોય શકે તેવી શંકા વ્યકત કરાઈ હતી

સીસીટીવી કેમેરા ચકાસવા જરૂરી

આર.પી.એફ રીઝવેશન અને ટીકીટ બારી સુરક્ષાની ફરજ બજાવતા  હોય છે જેથી આવા લુખ્ખા તત્વો અથવા શંકાસ્પદ વ્યકતીઓ વારંવાર આવક જાવક કરતા હોય આર.પી.એફ ખુદ જણાવે છેકે ઘણા વખત થી આ કૌભાંડ ચાલતું હોય તો આર.પી.એફ માંથી ફરજ બજાવતા કર્મચરીઓ, અધિકારીઓને આ કૌભાંડની જાણકારી કેમ મળેલ ન હોય તે પણ એક ચર્ચાનો વિષય છે વેરાવળ નો જે વ્યકતી દલાલ ઝડપાયેલ છે તે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ખુબજ ચર્ચાસ્પદ વ્યકિત છે જેથી રીઝવેશન બારીના સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવે તો સુરક્ષાની જવાબદારી સંભાળતા અનેક લોકોએ પણ સુરક્ષામાં બેદરકારી રાખેલ હોય તેવું પણ બહાર આવે તેમ જાણકાર વ્યકતીઓએ જણાવેલ હતું.

ટિકીટનાં ૮ હજાર સુધી રૂપિયા લેવાયા

સાસણગીર થી બુકીગ થયેલી ત્રણ ટીકીટ ૮૬૯પ ની હતી પણ તે રૂ.ર૦૩૦૦ માં વેચાય હતી એક ટીકીટ ના ૩૭૪૦ ના બદલે ૮હજારરૂપીયા લેવાયેલ હતા આવા તો અનેક ટીકીટો ના લાખો રૂપીયા વસુલ કરાયા છે સાસણગીર માં હજારો પ્રવાસીઓ આવતા હોય અને હોટલોસાથે પણ સંકલન હોય જેથી સાસણગીર બુકીગ ઓફીસમાં કેટલા રૂપીયાનું બુકીગ થઈ રહયું હોય તેની પણ તપાસ કરાવાઈ તો અનેક સંડોવણી બહાર આવે તેવું જાણવા મળેલ છે.

ધરપકડ કરાયેલા કર્મચારીઓ જામીન મુકત

રેલ્વે ટીકીટ ની કાળા બજારી માં ઝડપાયેલા આરોપીઓ અને દલાલો સંદીપ ગીરીશ અગ્રાવત,મનીષકુમાર અંદરકુમાર શ્રીવાસ્તવ,નીતીન કુમાર મનસુખ ડુમાણીયા,ઈરફાન સરફરાજ અન્સારી,મહેબુબ અલી  ઉર્ફે ગડુ અબ્દુલ જબ્બાર,ફેજલ ઉર્ફે તોસીફ હનીફ ગોરી, તાહીરઅલી હસનઅલી,રવિ ગુપ્તા ને કાર્ટ માં રજુ કરેલ હતા તે તમામ જામીન મુકત થયેલ હોય તેવું તપાસનિશ અધિકારીએ જણાવેલ હતું હજુ પણ આ કૌભાંડ માં તપાસ ચાલુ છે અને જેની પણ સંડોવણી હશે તેની ધરપકડ કરવામાં આવશે.

ટીકીટ કાળા બજારીના રૂપીયા પત્ની ના ખાતામાં મેળવતા આર.પી.એફના પી.એસ.આઈ ઉદય ભાનસિંહ એ જણાવેલ કે ચારેય રેલ્વે કર્મચારીઓ પોતાની પત્નીના બેંક એકાઉન્ટ મારફત નાણા મેળવતા હતા તાલાલા બુકીગ કલાર્ક મનીષ શ્રીવાસ્તવ એ તો તાલાલા ના સંજય હરીયાણી નામનું ખાતું એકસીસ બેંક માં ખોલાવેલ હતું તેમાંપોતાના મોબાઈલ નંબર રજીસ્ટર કરાવી નાણા ની લેવડ દેવડ પોતેજ કરતો હતો તેમજ સાસણ ના ુબુકીગ કલાર્ક સંદીપ એ પોતાના હાથે જ ફોર્મ ભરી ટીકીટો બુક કરાવેલ હતી ફકત બે માસ માં ૪.પ૪ લાખ ની દલાલી અપાયેલ હતી જેથી ફકત દલાલીમાં કેટલું મોટું કૌભાંડ હશેજેથી તમામ મીલ્કતો પણ તપાસ કરવામાં આવશે તેમ જણાવેલ હતું.

(1:26 pm IST)