Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસની નેમ: સુજલકુમાર મયાત્રા : કચ્છના નવનિયુકત કલેકટર તરીકેનો ચાર્જ સંભાળ્યો, ૨૫ વર્ષની યુવાન વયે આઈ.એ.એસ. બનેલા સુજલકુમાર મયાત્રાએ અત્યાર સુધીમાં અમરેલી, નર્મદા, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં બજાવી છે ફરજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ::: કચ્છ જિલ્લામાં ૨૦૧૧ની બેચના ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારીશ્રી સુજલકુમાર મયાત્રાએ આજરોજ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળ્યો છે. 

રાજકોટ  જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ ગામના વતની એવા શ્રી સુજલકુમાર મયાત્રાએ ૨૫ વર્ષની યુવાન વયે કેન્દ્રીય જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. બન્યા. ૨૦૧૧ની બેચના આ ગુજરાતી અધિકારીશ્રીએ અત્યાર સુધીમાં અમરેલીમાં રાજુલાના સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી ચુકયા છે.  તેમજ જીલ્લા વિકાસ અધિકારી તરીકે નર્મદા અને દાહોદ ખાતે ફરજ બજાવી છે. છોટાઉદેપુર જિલ્લામાં કલેકટર તરીકે પ્રસંશનિય સેવાઓ આપી છે.

કલેકટરશ્રી મયાત્રા નિરમા યુનિવર્સિટીમાંથી બી.ફાર્મ થયા છે તેમજ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ફાર્માસ્યુટીકલ એજયુકેશન એન્ડ રિસર્ચ ચંદીગઢ (NIPER) પંજાબથી એમ.ફાર્મ કરેલ છે.

શ્રી સુજલકુમાર મયાત્રાએ કચ્છ જિલ્લાના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર સહિત સર્વાંગી વિકાસ કરવાની નેમ વ્યકત કરી હતી.

(2:28 pm IST)