Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ભાવનગરમાં સમસ્ત કોળીસમાજ દ્વારા ચિંતન બેઠક યોજાઈ : રાજ્યના વિવિધ જિલ્લામાંથી આગેવાનો ઉપસ્થિત : પુરુષોત્તમભાઈ સોલંકી ગેરહાજર

ભાવનગર : ભાવનગરમાં સમસ્ત કોળીસમાજ દ્વારા ચિંતન બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા જોકે રાજ્યના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી ગેરહાજર હતા

ભાવનગરમાં ઇસ્કોન ક્લબ ખાતે આજે વીર માંધાતા સંગઠન રાજુભાઈ સોલંકી દ્વારા સમસ્ત કોળીસમાજની બેઠક મળી હતી જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ઉપસ્થિત રહ્યાં હતા જયારે દાહોદ, પંચમહાલ સહિત વિવિધ જિલ્લામાંથી કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા બેઠકમાં સમાજમાં શૈક્ષણિક વિકાસ અંગે તેમજ રાજકીય સ્થિતિ મજબૂત કરવા અંગે  ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

આ બેઠકમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા જોકે પુરુષોતમભાઇ સોલંકી કે તેના પરિવારમાંથી કોઈ જ ઉપસ્થિત રહ્યાં નથી

 

(10:07 pm IST)