Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ઉનાના સોનારી ગામે જુગાર રમતા ૩ મહિલાઓ સહિત પાંચ ઝડપાયા

ઉના,તા. ૨૩: તાલુકાના સોનારી ગામે જુગાર રમતી ૩ મહિલા સહિત પાંચ વ્‍યકિતઓને ૧૦ હજાર ૩૬૦ સાથે પકડી પાડયા હતા.

ઉના તાલુકાના પોલીસ ઇન્‍સપેકટર શ્રી મસીના સુચનાથી પી.એસ.આઇ ડી.બી.લાખતોત્રા, પોલીસ હેડ કોન્‍સ. એસ.જી. ગોહીલ મહિલા પોલીસ હંસાબેન જીતાભાઇ, રીચતેભાઇ ગૌરીશંકર સહીત સ્‍ટાફે સોનારી ગામે પીરદાદાની દરગાહ પાસે ખુલ્લી જગ્‍યામાં કુંડાળુ વાળી રૂપિયાની હારજીતનો જુગાર રમતા અરજણભાઇ હીરાભાઇ ચારણીયા રે. કાજરડી તા. ઉના ભૂપત નાનુ ડાભી રે.સોનારી તથા ૩ મહિલાને પકડી રોકડ રૂપિયા ૧૦,૩૬૦ સાથે પકડી ઉના પોલીસ સ્‍ટેશને લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

(12:05 pm IST)