Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

લોધિકા મામલતદારને ખીરસરા ગૌસ્વામી સમાજ દ્વારા આવેદનપત્ર

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૨૩: કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામ ની ગૌસ્વામી સમાજની માસુમ દિકરી પ્રથા કૌશિકગીરી મેધનાથી ઉપર  દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારબાદ આ માસુમ દિકરીની હત્યા કરવામાં આવેલ છે આ દુષ્કર્મી હત્યારાનો કેસ તાત્કાલિક ફાંસ ટ્રેક કોર્ટમાં ચલાવામાં આવે અને અપરાધીને ફાંસી સજા કરવામાં આવે  તેમજ સરકારી શ્રીને વિનંતી કે સરકારી ધારાધોરણ મુજબ આ પિડી પરીવારને આર્થિક સહાય કરવામા આવે તેવી માંગણી સાથેનુ લોધીકા તાલુકા મામલતદાર એન.સી.જોષીને આવેદન પત્ર પાઠવતો ખીરસરા ગૌસ્વામી સમાજ અગ્રણી ગૌસ્વામી હર્ષદપરી ગૌસ્વામી, કિશોરપરી ગૌસ્વામી, ભીખુપરી  ગૌસ્વામી તેમજ યુવાનો યોગેશપરી ગૌસ્વામી આશિષપરી ગૌસ્વામી જીજ્ઞેશપરી ગૌસ્વામી કલ્પેશપરી ગૌસ્વામી દશરથગીરી ગૌસ્વામી રાજેશગીરી ગૌસ્વામી મયુરપરી ગૌસ્વામી નિખિલપરી ગૌસ્વામી વિપુલગીરી ગૌસ્વામી લાલજી મારાજ તેમજ ખીરસરા ગૌસ્વામી સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહેલ લોધીકા તાલુકા મામલતદાર એન.સી.જોષીને સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ગૌસ્વામી સમાજ વતી  દુષ્કર્મી હત્યારાને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગણી સાથેનુ આવેદનપત્ર આપવા આવેલ છે.

(12:09 pm IST)