Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જામનગર પાસે વાહન હડફેટે અજાણ્‍યા પુરૂષનું મૃત્‍યુ

જામનગર, તા.૨૩: લાલપુર તાલુકાના પડાણા ગામે સીમ  શીવપરા પટેલની વાડીની બાજુમાં રહેતા ઈશ્‍વરભાઈ ધીરાભાઈ પંડત, ઉ.વ.૩૦ એ મેઘપર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.રર-૬-ર૦રરના મોમાઈ કૃપા  હોટલ સામે, જામનગર- ખંભાળીયા હાઈવે રોડ પાસે આરોપી સવસિંગ મેતીયાભાઈ પલાસ એ ટાટા ૭૦૯ ગાડી નં.જી.જે.-૪-એ.ટી-૭૬૦૩નું એ મરણ જનાર અજાણીયા પુરૂષ ઉ.વ.પ૦ વાળા ઉપર ચડાવી દઈ શરીરે માથા તથા પેટ ઉપર ના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી ગુનો કરેલ છે.

હાર્ટએટેકથી આઘેડનું મોત

સિકકા ગામે ખારીવાડી વિસ્‍તારમાં રહેતા ઉમરભભાઈ મામદભાઈ હુન્‍દડા, ઉ.વ.૪૩ એ સિકકા પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  અબ્‍બાસ મામદ હુંદડા, ઉ.વ.પ૦, રે. સિકકા નાઝ સિનેમા નવી મચ્‍છી વાળા ને પોતાના ઘરે એટેક આવી જતા સી.એચ.સી. સિકકામાં સારવારમાં લાવતા મૃત્‍યુ પામેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરપાલસિંહ ભરતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્‍લોટ-૪૯, મામા સાહેબના મંદિરથી આગળના મેદાનમાં આરોપી હર્ષભાઈ શાંતીલાલ ચાંદ્રા એ ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૬ કિંમત રૂ.૩૦૦૦/- તથા મોબાઈલ ફોન કિંમત રૂ.ર૦૦૦/- એમ કુલ મુદામાલ રૂ.પ૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી કેતન ઉર્ફે કેતુ વસંતભાઈ ગોરી ફરાર થઈ ગયેલ છે.

ઝાખર ગામે જુગાર

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં જગદીશભાઈ લખુભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે ઝાખર ગામ નયારા ગેઈટ સામે આવેલ પાર્કિંગમાં આરોપી જશુભા અભેસિંહ જાડેજા, મયુર મનસુખભાઈ ગુઠડીયા, કનકસિંહ ઉર્ફે કનીયો ભીખુભા ચુડાસમા એ જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૭૧૦ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

મોટાવડાળા ગામે સાત બોટલ સાથે ઝડપાયો

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રવિન્‍દ્રસિંહ રાજનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મોટાવડાળા ગામમાં આવેલ રામમંદિર પાસે રસ્‍તા પર આરોપી કિશોરભાઈ જગજીવનભાઈ પાલાએ મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.-૧૦-એ.ડી.-૩૪૪૮ ની ડેકીમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલ નંગ-૭ જેની કિંમત રૂ.ર,૧૦૦/- તથા એક હિરો હોન્‍ડા સીડી ડોન જેની કિંમત રૂ.ર૦,૦૦૦/- મળી કુલ રૂ.રર,૧૦૦/-  સાથે ઝડપાઈ ગયેલ છે.

બેડીમાં જુગાર રમતા સાત શખ્‍સો ઝડપાયા

બેડી મરીન પોલીસ સ્‍ટેશનમાંકોન્‍સ. સાગરભાઈ રમેશભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે બેડી ઈકબાલ ચોક મદીના હોટલની સામેની શેરીમાં સ્‍ટ્રીટ લાઈટના અજવાળે આરોપીઓ અનવર ઉર્ફે અનુ હાજીભાઈ જેડા, હુશેન દાઉદ દલ, ઈબ્રાહીમ ઓસમાણ બુકેરા, અસગર ઈબ્રાહીમ બુકેરા, સુભાન અયુબ લાડક, હારૂન ઉર્ફે માધો ઉમરભાઈ કકલ, રફીક મામદ બુચડએ જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૩,૬૭૦ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

(1:19 pm IST)