Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

દ્વારકામાં નોટ નંબર ઉપર જુગાર રમતા બે શખ્‍સો ઝડપાયા

અન્‍ય ત્રણ સ્‍થળોએ મહિલા સહિત ત્રણ ઝડપાયાઃ બે ફરાર

ખંભાળિયા : દ્વારકામાં જુની નગરપાલિકા પાસેથી પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકીબેકીના જુગાર રમી રહેલા ભરત નારણદાસ વિઠલાણી અને પરેશ નારણભાઇ નકુમ નામના બે શખ્‍સોને પોલીસે ઝડપી લઇ રોકડ સહિતનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

ભાણવડ તાબેના રાણપરડા ગામે રહેતી નજમાબેન જુમા હિંગોરા નામની ૩પ વર્ષની સંધી મુસ્‍લિમ મહિલાને વરલી મટકાના આંકડા વડે જુગાર રમતા પોલીસે તેની મુદામાલ સાથે અટકાયત કરી હતી.

આ ઉપરાંત ભાણવડના નગર નાકાની અંદર પોલીસે મોબાઇલ ફોનમાં વોટસએપ ચેટ મારફતે વરલીમટકાના આંકડાનો જુગાર રમતા તોસીફ ઇસ્‍માઇલ જોખીયા નામના ર૮ વર્ષના યુવાનને ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં આશીફ બાપુ અને માથુ નામ ધરાવતા બે શખ્‍સો ફરારી જાહેર કરવામાં આવ્‍યા છે.

દ્વારકાના રબારી ગેઇટ પાસેથી પોલીસે બકુલ હિંમતભાઇ કાપડી અને પેથાભાઇ ભીમાભાઇ માતકા નામના બે શખસોને ચલણી નોટના નંબર ઉપર જુગાર રમતા કુલ રૂા.૧૦,૭૪૦ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.

ભાણવડનો શખ્‍સ

ધોકા સાથે ઝડપાયો

ભાણવડના ત્રણ રસ્‍તા ચેક પોસ્‍ટ પાસેથી ઇકકો મોટરકાર નંબર જી.જે.૩૭.બી. ૬૪૧૮માં ચાર કાતરવારી લાકડી (ધોકા) સાથે નીકળેલા દિલીપ હસમુખભાઇ મેરાણી નામના બત્રીસ વર્ષના કોળી યુવાનને પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પીધેલા વાહન ચાલકો ઝડપાયા

કલ્‍યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા લખુ કરસન મારૂ ભાટીયાના વિનોદ ઉર્ફે ધૂમ રાજશીભાઇ લગારીયા દ્વારકા ઓખા હાઇવે પરથી મોટર સાયકલ પર નીકળેલા અસગર જુમા ઇસ્‍બાણી ભાણવડના હીરા ઉર્ફે બાબુ નગાભાઇ પિપરોતર નામના ૪૦ વર્ષના શખ્‍સે પોલીસે પીધેલી હાલતમાં રૂા. દસ હજારની કિંમતના મોટર સાયકલ પરથી ઝડપી લીધો હતો.

(12:58 pm IST)