Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

પોરબંદર ચેમ્‍બરમાં રાજકારણના વધતા વર્ચસ્‍વથી પરીસ્‍થિતિ બદલાઇ : હજુરિયાઓની બોલબાલા ?

પોરબંદર ચેમ્‍બરના પ્રમુખ અશ્વીનભાઇ ભરાણીયાના સમયમાં સંસ્‍થાની પ્રગતિ સાથે ઇતિહાસ રચી દીધેલઃ ટી.વી. રીલે કેન્‍દ્ર બ્રોડગ્રેજ રેલ્‍વે લાઇન અપાવવામાં તેમનો સિંહફાળો રહેલોઃ વર્તમાન સમયે સીનીયરોની અવગણના ?

(હેમેન્‍દ્રકુમાર એમ.પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૩: વ્‍યાપારી અને ઉદ્યોગના વિકાસ સમૃધ્‍ધી હિતાર્થે સંગઠ્ઠન જરૂરી છે. સંગઠન વિના વિકાસ સમૃધ્‍ધી શુન્‍ય છે.

બ્રિટીશ શાસનનો સુર્ય આસમાને હતો વ્‍યાપાર કરવાને બહાને અંગ્રેજોએ ઘુસણખોરી કરી હિન્‍દુસ્‍તાન-ભારત પર કબજો જમાવવાની અત્‍યંત ધીમી ગતિએ શરૂઆત કરી બ્રિટીશરોએ રાજનીતી શરૂ કરી. ધીમે ધીમે નાના રાજયો પર નજર દોડાવી સુરક્ષા રક્ષણના નામે દેશી રાજયોમં પગપેસરો કર્યો એડમીનીસ્‍ટ્રેટર શાસન સ્‍થાપ્‍યું રાજય કારભાર હસ્‍તગત કર્યો.

દેશી રજવાડાઓ ખંડણી ભરતા થયા. શાસનનું ખંડણી રાજય બન્‍યું. એડમીનીસ્‍ટ્રેટર શાસન અનુભવ્‍યું. જેઠવા વંશી રાજા રાણા ભાવસિંહજીનું નિધન થતા પોરબંદરના જેઠવા વંશી રાજવી રાણા નટવરસિંહજી સગીર હતા. એડમીનીસ્‍ટ્રેશન શાસન કાર્યરત બન્‍યું. રાણા નટવરસિંહજી ઉંમર લાયક થતા એડમીનીસ્‍ટ્રેટર શાસનનો અંત આવ્‍યો. તેમજ છતા બ્રિટીશરોએ પોરબંદર રાજયમં સુરક્ષા નામે પોરબંદરમં લશ્‍કર રાખ્‍યું. આજ પણ એસીસી યાને એચ.એમ.પી. સિમેન્‍ટ ફેકટરી તરીકે ઓળખાતુ ગ્રાઉન્‍ડ જુનુ લશ્‍કરી યાને મિલ્‍ટ્રી ગ્રાઉન્‍ડની ઓળખ ધરવે છે. અનામત રાખવાનું  છે. જયારે છાયામં સરવે નંબરમં આવેલ સાંદીપની જીલ્લા સેવાસદન રોડ પર નરસંગ ટેકરી સામે આંબેડકરનગર  જે તે સમયના લશ્‍કર માટે ફાયરીંગ પ્રેકટીશ ગ્રાઉન્‍ડ વિસ્‍તાર ગણાય છે. આજ પણ તેમની જમીનમાં ખોદાણ થાય તો વપરાયેલ કાર્ટીસ વિગેરે મળે છે. પોરબંદર ૭ર બોતેર ગામનું રાજય હતું તેમની સમૃધ્‍ધી તેટલી પ્રસિધ્‍ધ હતી. જેઠવા વંશીય રાજવીઓ રાજય સર્મપિત રાજય સર્મપિત નહી. પરંતુ પ્રજા સર્મપિત રાજવી હતા. તેના કારણો દેશી રજવાડાન રાજયોમાં પોરબંદરનું નાનુ રાજય સમૃધ્‍ધી રાજય તરીકે વિકસીત થયેલ. તેમાં રાજવીઓએ શિક્ષણ પ્રત્‍યે ઉદાસીનતા  દર્શાવી નથી. પાયેથી શિક્ષણ સ્‍તર બાલમંદિરથી લઇ હાઇસ્‍કુલ સુધીનું ઉચ્‍ચસ્‍તરે રહેલ. સાથોસાથ કૃષિ ઉદ્યોગ અન્‍ય ઉદ્યોગ વ્‍યાપાર વૃધ્‍ધીમાં ઉદારનીતી રહી કેમ રાજયની પાટનગર સમૃધ્‍ધી વધે વ્‍યાપાર ઉદ્યોગનો વિકાસ થાય. તે દ્રષ્‍ટિ કોણ રાખેલ ટેકસ યાને લગામ કરતુ ભારણ પણ નહીવત જેના કારણે પ્રજાજનો ઉદ્યોગપતિ વ્‍યાપારી કરચોરી શુ છે. તે સમજતા નહી. સરકારી કચેરીમાં શિસ્‍તના ભ્રષ્‍ટાચાર શબ્‍દનું શું છે તે સમજવો શોધવો મુશ્‍કેલ હતો. નિયમીત હાજરી કર્મચારીની સમયસર કામ કરવુ. ન્‍યાયના કાર્યમાં સંપુર્ણ સ્‍વતંત્રતા મહાજનને સાથે રાખી શાસન કરવુ બ્રિટીશ શાસન કાળમાં પણ પોરબંદરના રાજવીઓએ લોકશાહી દર્શન કરાવેલ છે. હિન્‍દુસ્‍તાન સ્‍વતંત્ર થયા પછી પહેલા પોરબંદર રાજયમાં લોકશાહી શાસન હતું. વચમાં એક સમય એવો સને ૧૯૪ર-૪૩નો આવી ગયેલ અને સ્‍થાપીત હિતોએ પુરેપુરો ગેરલાભ ઉઠાવી પોરબંદરના છેલ્લા  રાજવી સ્‍વ.મહારાણા નટવરસિંહજીને તેમજ શાસનને કાળી ટીલી લગાડી. પરંતુ સ્‍વર્ગસ્‍થ રાજવી નટવરસિંહજી જેઠવાને ધ્‍યાને આવતા સત્‍ય બહાર આવત પોરબંદરન સુદામા ચોકમં જાહેરસભા ભરી પ્રજાજનોની જાહેરમાં આંખમાં અશ્રુસાથે માફી માંગી પ્રાયヘતિ કર્યુ પ્રજાકીય શાસન કાર્યરત કર્યુ. પ્રજાકીય શાસન કાર્યરત કર્યુ. જુની પેઢીના વડીલો પાસેથી જાણકારી મળે છે. શહેરની સમૃધ્‍ધી વિકાસ હાથ ધર્યો.

 પોરબંદર વ્‍યાપાર સાથે કમીશન એજન્‍ટોની પેઢી દલાલો દિવસ રાત ધમધમતી ચાંદી, રૂ, તેલીબીયાનો મોટે પાયે સટ્ટો થતો.  રાત્રીના ર વાગ્‍યા સુધી વ્‍યાપારી-કમીશન એજન્‍ટોની પેઢી ખુલ્લી રહેતી. બંદર તો રાઉન્‍ડ ધ કલોક માલની આવક જાવકથી સમૃધ્‍ધ હતું. આરબ, અમીરાત, આફ્રિકા ખંડથી પોરબંદર વ્‍યાપારથી જોડાયેલ.

આજની તારીખે પોરબંદર સટ્ટાબજાર હૈયાત છે. રીંગનો ડેલો હૈયાત છે. કેદારેશ્વર મંદિર પヘમિ ભાગ સટ્ટાબજારથી ઓળખાય છે. ડેલો-રીંગ હૈયાત હાલ દતાણી ચા વાળાની માલીકી-રહેણાંક છે. વેપારી પેઢી પણ હૈયાત છે. સને ૧૯૬૦ સુધી રાજકોટની રીંગ ચાલતી. વર્તમાન સ્‍થિતિ કમીશન એજન્‍ટો અનાજ વિગેરે વ્‍યવસાયમાં જોડાયેલ છે.

પોરબંદરની વ્‍યાપાર સમૃધ્‍ધી વિકાસ સંગઠ્ઠીત રહેવ એમ.જી. રોડ કેદારેશ્વર મંદિર સામે મોરારજી બાવાભાઇ તમાકુવાળા બિલ્‍ડીંગમાં પોરબંદર મરચન્‍ટ  એસોસીએશનની ઓફીસ કાર્યરત હતી. વ્‍યાપાર ક્ષેત્રે જાગૃતી દરરોજ રાત્રીના ૧૦ વાગ્‍યા આસપાસ રેડીયો સમાચારના માધ્‍યમથી  સોના-ચાંદી અન્‍ય ધાતુ બજાર, ન્‍યુયોર્ક  બજારના ભાવતાલ છેલ્લી પરિસ્‍થિતિના સોદા બંધ બજારભાવ જાહેર થતા તે પર બેઠા સોદાઓ થતા બજારની રૂખ નક્કી થતી. સને ૧૯પ૬ બાદ પોરબંદર મરચન્‍ટ એસોસીએશન રૂપાંતરીત થયેલ અને પોરબંદર ચેમ્‍બર ઓફ કોમર્સ અને ત્‍યાર બાદ પોરબંદર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ વ્‍યાપારી અને ઉદ્યોગપતિ સંગઠ્ઠીત સંસ્‍થા કાર્યરત બની અસ્‍તીત્‍વમાં આવી તેમની પ્રથમ ઓફીસ માણેક ચોક મધ્‍યે આવેલ સૈયદ બુખ્‍ખારી દરગાહ-અન્નજુને ઇસ્‍લામની બાજુમાં આવેલ બિલ્‍ડીંગ હાલ રતીલલ જવેલર્સની ઉપર ઓફીસ કાર્યરત થઇ પ્રથમ પ્રમુખ સ્‍વ. શેઠ નાનજીભાઇ કાલીદાસ મહેતા જે વરસો સુધી પદ રહેલ. ઓફીસ મંત્રી સ્‍વ. ભાનુચંદ હેમચંદ ધ્રુવ હતા.

સમય આંતરે સૌરાષ્‍ટ્ર કેમીકલ્‍સ પ્રા.લી. (બિરલા) સોડાએશ ઉદ્યોગ કાર્યરત થયો બિરલા ગ્રુપ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં જોડાયેલ. વ્‍યાપારીઓને સાથે રાખેલ સમાનત પર ધ્‍યાન મુખ્‍ય હતું. વિકાસના દ્વાર ખુલ્‍યા પોરબંદરની સમૃધ્‍ધી માણેકચોક મધ્‍યે આવેલ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ વિકાસ થયો. પોતાનું સ્‍વતંત્ર બિલ્‍ડીંગ હોવુ જરૂરી છે. સરકાર પસે ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ સંસ્‍થાના નામથી સરકાર પાસે જગ્‍યાની માંગણી કરવામાં આવી તે સમયે પોરબંદર જુનાગઢમાં સબ જીલ્લા તરીકે મહત્‍વસ્‍થાને હતું. જુનાગઢ જીલ્લા કલેકટરે પોરબંદર પાણીના રણમાં સાંઢીયા ગટરની પાણી નિકાલની નહેર પાસે  સરવે નંબર ૪૦ માંથી ૩૮૦૯ ચો.વાર જગ્‍યા મંજુર કરી માપણી કરાવી. સંસ્‍થાના મુખ્‍ય દાતાશ્રીઓ સ્‍વ. શેઠ નાનજીભાઇ કાલીદાસ મહેતા વ્‍યાપાર ઉદ્યોગ ભવન તથા બિરલા હોલ સાકાર થયા.

છેલ્લે આ સંસ્‍થાના પ્રમુખ સ્‍થાને સ્‍વ.અશ્વીનભાઇ મનજીભાઇ ભરાણીયા સંસ્‍થાની પ્રગતી સાથે ઇતિહાસ રચી દીધેલ. ધારાસભ્‍યશ્રી સંસદસભ્‍ય તેમજ સરકારી કચેરીના સંબંધીત અધિકારીઓ પણ રજુઆત પર વિચારણા કરવી પડતી. જુદા-જુદા સરકારી અધિકારીઓનું માર્ગદર્શન લેવામાં આવતું.  પ્રવચન ગોઠવવામં આવતા. છેલ્લે છેલ્લે કોંગ્રેસ સંસદસભ્‍ય ભરતભાઇ ઓડેદ્રા દ્વારા ચેમ્‍બરને સારો સહકાર મળ્‍યો. પોરબંદરની ટી.વી. રીલેકેન્‍દ્ર તેમને આભારી છે. તેમજ બ્રોડગેજ રેલ્‍વે પરિવર્તન પણ તેઓશ્રીને આભારી છે. ઉંચી આંગળી કરનાર સભ્‍યો ન હતા. શ્રેશરમ વગર ભુલ હોય કહેત ક્ષતી સુધારત પ્રમુખો-કારોબારી સભ્‍ય તો ઠીક પણ સામાન્‍ય સભ્‍યને સાથે લઇ ચાલનાર હતા. યાદી ઘણી લાંબી છે. જેથી નામ પ્રસિધ્‍ધ કરેલ નથી. જયારે આજની વર્તમાન પરિસ્‍થિતિનું ચિત્ર જુદુ છે. વિવાદીત છે. વ્‍યાપારી સંસ્‍થામાં રાજકારણ પ્રવેશી જતા આ સંસ્‍થા વિવાદીત બની ગયેલ છે. બનતી જાય છે. કયા જઇને અટકશે? વર્તમાન પરિસ્‍થિતિ સતા અહમ આત્‍મ પ્રશંસા હજુરીયાની બોલબાલા છે. પુરેપુરી રાજકારણીઓએ પરોક્ષ અપરોક્ષ વિવાદીત બનાવી અભડાવી દીધી છે. અ અભડ છેદમાંથી કયારે બહાર આવશે? જનહિત બાજુએ મુકાઇ ગયો છે. હજુરીયાની આભડછેદ નુકશાન કરે છે. વિકાસનું ફુલ મુરઝાઇ ગયેલ છે. વ્‍યાપારીઓને કે વ્‍યાપારને રક્ષણ આપી શકિત નથી. તેવુ ચિત્ર ખડુ થઇ ગયેલ છે.

 પોરબંદર મરચન એસોસીએશનનું વિલીનકરણ થઇ સને ૧૯પ૬માં પોરબંદર ચેમ્‍બર ઓફ કોમર્સ અને ૧૯૬૦ આસપાસ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ સાકાર થયેલ. આ સમય અને દિવસો સંયુકત ગણનામ વર્તમાન ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ અમૃતોત્‍સવના દિવસો પસાર કરી ચુકેલ છે અથવા તેની સમીપ જઇ રહેલ છે કે પુર્ણતાને આરે છે. ત્‍યારે બાહય ચર્ચા મુજબ પોરબંદર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝની વાસ્‍તવિકતા પર નજર દોડાવીએ ઉંડાણથી વિચાર કરીએ તો વિવાદીત ઘસાતી ગ્રામફોન રેકર્ડ જેવી ચર્ચીત છે. પ્રબુધ્‍ધ સભ્‍યો ઉંડા દુઃખની લાગણી સાથે દિગ્‍મુઢતા સાથે નિરાશા અનુભવે છે.

ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝની બીજો પર્યાય ડીસ્‍ટ્રીકટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ગણાય છે. તેનો જન્‍મ પણ પોરબંદર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝનો એક પર્યય છે. સીનીયર સીનીયર સભ્‍યોની અવગણના થતા અથવા તેવું ચિત્ર ખડુ થઇ રહયું છે. સ્‍વમાનને અસર પહોંચે ઠેંસ વાગે તે પુર્વે જ સાવચેતી સાથે અગમતા જાણી જાગૃત કાર્યશીલ સકારાત્‍મક વિકાસ લક્ષી પ્રગતી માનસ ધરાવતા પીઢ અનુભવી વ્‍યાપાર ઉદ્યોગ સાથે સંકળાયેલ વિભાગે પણ સંકળાયેલ પ્રભાવ વ્‍યાપાર ઉદ્યોગ સાથે સંકળાયેલ.  વિભાગ પણ સંકળાયેલ પ્રભાવશાળી સભ્‍યો સમય વર્તે સાવધાન સુત્ર સાર્થક કરી ડીસ્‍ટ્રીકટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ સ્‍થાપના કરી તત્‍વરીત ક્ષણનો વિલંબ કર્યા સિવાય કાર્યરત કરેલ. વરસોથી પોરબંદર બંદરનો જળ વહેવાર વ્‍યાપાર ખોરવાયેલ છે. મૃત અવસ્‍થા ભોગવી રહયો છે.

જે તે સમયની ગણતરી મુજબ અંદાજીત ર૦ થી રપ હજાર વીસથી પચ્‍ચીસ હજાર શ્રમીક પરીવારો પૈકી બંદર ઉદ્યોગ સાથે સંકળાયેલ પરીવારો જેમાં જન્‍મથી જ ગળગુથીમાં સંસ્‍કારનું સિંચન થયેલ તે શ્રમીક પરીવાર સ્‍વમાનભેર પોતાના પરીવારનું ભરણ પોષણ કરતો થશે. આશરે  પાંચ હજર જેટલા શ્રમીક પરીવાર સભ્‍યોની ભુખ સંતોષાશે. શહેરભરમાં આર્થીક સમૃધ્‍ધીની રોનક અવશે. વ્‍યાપાર વૃધ્‍ધી થશે. પરંતુ આ દિશામાં ડીસ્‍ટ્રીકટ ચેમ્‍બર મૌન રહેલ છે. જાણે કે કોઇ વ્‍યાપારી આર્થીક સમૃધ્‍ધીનું માનસ અટવાઇ પડેલ છે. પોરબંદરના પ્રબુધ્‍ધ નાગરીકો દિગ્‍મુઢ છે. કયારે ડીસ્‍ટ્રીકટ ચેમ્‍બર વ્‍યાપાર વિકાસ સમૃધ્‍ધી માટે પોરબંદરનો મૃતપાય બનેલ સર્વમચ્‍છીત જળપરિવહન વ્‍યવહાર જીવંત કરશે? હકરાત્‍મક માનસ ધરાવનાર ડીસ્‍ટ્રીકટ ચેમ્‍બરના સભ્‍યો મૌન મુર્ચ્‍છીત બની  છે. તેમાં મુરઝાતા પોરબંદરને જીવતદાન આપો. પોરબંદરના રાજય સમયના જુના જેટ્ટી બંદર તથા નવા બારમાસી સુભાષનગર જેટ્ટી બંદર પર સમયોચીત સ્‍થાપીત હિતો મુરઝાવી દીધેલ છે. તેમાં ચેતના લાવવાની જરૂર છે. વ્‍યાપાર-ઉદ્યોગપતિને રાહત મળે. જુના અને નવા બારમાસી જેટ્ટી બંદર સુધી મલ પરિવહન માટે જુના રાજયના સમયથી જુના બંદર જેટ્ટી બંદરમાં ડોક  ટ્રેન બંદરીય ટ્રેન સેવા ઉપલબ્‍ધ હતી. હાલ હૈયાત છે. નવા સુભાષનગર જેટ્ટી બંદરમાં પણ રેલ્‍વે સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવેલ છે. ગેજ પરિવર્તન માટે સને ર૦૧૩ રેલ્‍વે બોર્ડ  ૂા. ર૦.૧૮ કરોડ વધારા ૬૧/૪ સવા ૬ ટક ખર્ચના મંજુર કરેલ છે. તેને ધક્કો મારવાનો છે.

 જેમની ગળથુથીમાં અને લોહીમાં વણાયેલ વહાણવટા બંદરમાં શ્રમીક કામગીરીથી કોઠા સુઝ ધરાવે છે. તે ખારવા સમાજને રાજકારણીઓએ બાનમાં રાખી કોણીએ ગોળ ચોટાડી મત બેંક રાજયપક્ષના મોભીઓ અકબંધ રાખે છે. તેની અનેક સમસ્‍યાઓથી ઘેરાયેલ છે. જો ડીસ્‍ટ્રીકટ ચેમ્‍બરના પીઢ અનુભવી સમાજ મોભી પટેલો પંચ, સભ્‍યો પાસે તેની યાતના મુશ્‍કેલી સમજે. રાષ્‍ટ્રપિતા  પૂ. મહાત્‍મા ગાંધીજીની જન્‍મ ધ્‍યેયસિધ્‍ધ કાર્યસિધ્‍ધ કરવાની સમાજ ઉચ્‍ચો લાવવા તેને થતા અન્‍યાય સમસ્‍યા સમજી દુર આશ્વાસન વિશ્વાસ સંપાદન કરે એક મોટી સિધ્‍ધ ગણાશે.

(1:20 pm IST)