Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

વેરાવળ બાયપાસ સોસાયટીમાં રોગચાળો ફેલાવવાની ભીતી

વેરાવળ, તા.૨૩: બાયપાસ રોડ ઉપર આવેલ સોસાયટીમાં કોઈ પણ સુવિધા ના હોવાથી થોડોક વરસાદ પડતા ચારેય બાજુ પાણી ભરાઈ ગયેલ છે કાદવ કીચડ થઈ જતા રોગચાળો ફેલાવવાની ભીતી સર્જાય છે.
વેરાવળ સોમનાથ હાઈવે ઉપર મુરલીધર સોસાયટીમાં ૧૦૦ થી વધારે પરીવારો રહે છે ત્‍યાં કોઈપણ પ્રકારની પ્રાથમીક સુવિધા આપવામાં આવેલ નથી થોડોક વરસાદ પડતા કાદવ કીચડ થઈ જતા ગંદકી ફેલાયેલ છે મચ્‍છરનો ઉપ્રદ્રવ થી રોગચાળો ફેલાઈ જશે કોઈપણ જાતની લાઈટો પણ આપવામાં આવેલ નથી વારે ઘડીએ લાઈટો પણ બંધ થઈ જાય છે આખા વિસ્‍તારની અંદર તાત્‍કાલીક સાફ સફાઈ થાય અને કાયમી ધોરણે વિજ પુરવઠો મળે તે માટે રહેવાસીઓ દ્રારા માંગ કરાયેલ છે.
વેરાવળ શહેર તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ સહીતના હોદેદારો નિમાયા
વેરાવળ શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્રારા પ્રમુખ સહીત ર૬આગેવાનોની વરણી કરાયેલ છે.
ગીર સોમનાથ યુથ કોંગ્રેસ પ્રમુખ રાકેશ ચુડાસમા એ જણાવેલ હતું કે વેરાવળ યુથ કોંગ્રેસના પ્રમુખ રાજ ગંગદેવ સહીત ૧૬ની  જુદા જુદા હોદા ઉપર વરણી કરાયેલ છે જયારે તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ શબીરભાઈ પંજા સહીત ૧ર હોદેદારોની વરણી કરાયેલ છે.
રંગપૂર-પ્રભાસપાટણ માં જુગાર રમતા ૯ ઝડપાયા
પ્રભાસપાટણમાં આવેલ નાના કોળી વાડા માં જાહેર માં જુગાર રમતા હોય તેવી બાતમી મળતા દરોડો પાડતા કૌશલ ધીરૂભાઈ ગઢીયા, રમેશ નાથાભાઈ વાજા, જય ભગુભાઈ ગોહેલ, પ્રકાશ ગોવાભાઈ વાયલુને રોકડા રૂા.ર૧પ૦૦/ સાથે ઝડપી પાડેલ હતા.
સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામે કોળી વાસ વિસ્‍તારમાં જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમી મળતા દરોડો પાડતા જીવા મુળાભાઈ સોદરવા, કાના ભગવાનભાઈ ડાકી, પ્રતાપ માલાભાઈ ચૌહાણ, લાલજી મેપાભાઈ સોદરવા, અજીત કરશનભાઈ મેરને રોકડા રૂા.૧૮૧૧૦/ સાથે ઝડપી પાડેલ હતા.

 

(1:08 pm IST)