Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

વંથલી કોંગ્રેસ દ્વારા ધરણા

જુનાગઢ : કેન્દ્રની ભાજપ સરકારનાં ઇશારે ઇડી દ્વારા કોંગ્રેસના સર્વ માન્ય અને લોકપ્રિય નેતા રાહુલ ગાંધીને શારીરીક માનસિક ત્રાસ આપવાના બદ ઇરાદે અને તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા વારંવાર બોલાવી તપાસના નામે બેસાડી રાખી કોંગ્રેસ પ્રજા વચ્ચે જઇ સરકાર વિરૂધ્ધ અભિયાન ન ચલાવી શકે તે માટે કોશીષ કરી રહી હોય આવી પ્રવૃતિઓ રોકવાની માંગ સાથે કોગ્રેસ મેદાનમાં ઉતરી છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની સુચનાનુસાર વંથલી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરી કેન્દ્રની ભાજપ સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો અને બદલાની રાજનીીત બંધ કરવા માંગ કરી હતી.

આ તકે વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન શાહ, તાલુકા પ્રમુખ મનસુખભાઇ પાડલીયા, સુભાષ ડાંગર, રમેશ વાણવી, રફીકશા સર્વદી, કારાબાપા મણવર, ભીમશી ભેટારીયા સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહયા હતાં.

(1:33 pm IST)