Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સાવરકુંડલાઃ ઉના વિધાનસભા સીટના પ્રભારી તરીકે પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણીની નિમણુંક

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૩: ઉના વિધાનસભા વિસ્તારના પ્રભારી તરીકે પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણીની નિયુકિત કરવામાં આવેલ છે.

આગામી આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી સંગઠન અને વિધાનસભાની ચૂંટણી જીતવાના શુભ આશયથી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલ એ ઉના વિધાનસભા  વિસ્તારના પ્રભારી તરીકે સાવરકુંડલા વિસ્તાર વિધાનસભાના કાર્યશીલ પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણીની વરણી કરવામાં આવેલ છે.

શ્રી કાળુભાઇ વિરાણી બાહોશ અને કદાવાર નેતા તરીકે પ્રચલ્લિત છે સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં સતત ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે જંગી લાડથી  અને ધુરંધરો સામે જીત્યા હતા અને સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં અઢળક વિકાસ કાર્યો કર્યા છે અને સંગઠનના  માહિર હોવાનું અને ભારે કોઠા શૂઝ ધરાવતા છે ભારતીય જનતા પાર્ટી એ પૂર્વ ધારાસભ્ય કાળુંભાઈ વિરાણી ની આવડત અને અનુભવ હોવા થી પૂરેપૂરો લાભ લેવા માટે ઉના વિધાનસભાના પ્રભારી તરીકે સ્પેશ્યલ વરણી કરેલ છે.

કાળુભાઇ વિરાણી ધારાસભ્ય હતા ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા એટલે કાળુભાઇ વિરાણીએ નરેન્દ્રભાઈના નેતુત્વમાં કામ કરેલ હોવાથી શ્રી કાળુભાઇ વિરાણીની તાકાતનો ઉપયોગ કરવા ભાજપે આ નિર્ણય કર્યાનું વિશ્વાસ પાત્ર વર્તુળોમાંથી જાણવા મળેલ છે.(

(1:36 pm IST)