Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સાવરકુંડલાઃ અખિલ ગુજરાત સિપાહી સમાજદ્વારા ભવ્ય એવોર્ડ અને સન્માનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૩: તાજેતરમાંજ પ્રખર રાષ્ટ્રવાદી મુસ્લિમ સિપાહી સમાજની માતૃ સંસ્થા અખિલ ગુજરાત સિપાહી સમાજ દ્વારા રવિન્દ્રનાથ ટાગોર હોલ,પાલડી, અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાનો ભવ્ય સિપાહી સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સિપાહી સમાજનું ગૌરવ એવા પ્રસિદ્ધ  હાસ્ય કલાકાર પદ્મશ્રી જનાબ શાહબુદ્દીનભાઈ રાઠોડે ખાસ હાજરી આપી હતી. આ ઉપરાંત ગુજરાત એ.ટી.એસ. ના એસ.પી.જનાબ ઈમ્તિયાઝ શેખ,ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન  જનાબ વજીરખાન પઠાણ, આંતરરાષ્ટ્રીય આર્કિટેક અખ્તરભાઈ ચૌહાણ, સંસ્થાના પ્રમુખ જનાબ અબ્દુલ રશીદભાઈ કાઝી, મહિલા અધ્યક્ષ ડો.શહેનાઝબેન બાબી, મહામંત્રી જનાબ હનીફભાઇ ખોખર, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને યોગ તજજ્ઞ ડો. મહેબુબભાઇ કુરેશી સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી નઈમભાઈ મિર્ઝા, જનાબ સિરાજુદ્દીન બાબા મલેક,જનાબ  ડો. અલ્તાફ રાઠોડ, જનાબ અમાનુલ્લાહખાન પઠાણ, જનાબ મોઝમખાન ખાન, જનાબ સલીમભાઈ મિર્ઝા, જનાબ યુનુસભાઈ બેલીમ,અખિલ ગુજરાત સિપાહી સમાજ સમૂહ લગ્ન કમિટી ના ચેરમેન અને સિનિયર પત્રકાર ઉસ્માન ભાઈ ગોરી  જનાબ બહાદુર ખાન પઠાણ, જનાબ, યુવાન પત્રકાર ઈરફાન ગોરી  જેવા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સિપાહી સમાજની ૧૦૦ વર્ષથી પણ જૂની રાષ્ટ્રવાદી માતૃસંસ્થા અખિલ ગુજરાત સિપાહી સમાજનો ઇતિહાસ ખૂબ ઉજળો છે. સંસ્થા દ્વારા સમાજને શિક્ષિત બનાવી  ઉન્નતિ અને વિકાસની દિશા માં આગળ વધારવા આ રીતે શૈક્ષણિક પ્રોગ્રામ કરીને સમાજને એક પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.આ શૈક્ષણિક પ્રોગ્રામમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરેલા ચમકતા સિપાહી સિતારાઓ ઉપસ્થિત રહ્યા હતા. સિપાહી સમાજના સામજિક,આર્થિક અને શૈક્ષણિક વિકાસ અર્થે કામ કરતી સંસ્થાએ હંમેશા સક્રિય રહીને સમાજને ઉન્નત બનાવવા અને કટિબદ્ધ થવાની ઉમદા તૈયારી દર્શાવી હતી.

ખીચોખીચ જનમેદનીથી ભરેલા ટાગોર હોલમાં સિપાહી સમાજના મર્હુમ હોદ્દેદારો, શ્રેસ્ટીઓને 'સિપાહી રત્ન એવોર્ડ, સ્વતંત્ર સેનાની અને લશ્કરના વીર શહીદો 'સિપાહી ગૌરવ એવોર્ડ' એનાયત કરાયા, સમાજના પ્રતિભાશાળી નવયુવાનોને 'સિપાહી પ્રતિભા એવોર્ડ', સેવાભાવી સંસ્થાઓને 'સિપાહી સેવા એવોર્ડ' અને સમાજના ચમકતા વિદ્યાર્થીઓને 'સિપાહી સિતારા એવોર્ડ' થી નવાજવામાં આવ્યા.  આ ભવ્ય કાર્યક્રમ સફળ   અખિલ ગુજરાત સિપાહી સમાજના મહામંત્રી હનીફભાઈ ખોખર અને પ્રવકતા રૂસ્તમભાઈ રાઠોડે રાત દિવસ જહેમત ઉઠાવી હતી

(1:41 pm IST)