Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ધોરાજીથી બાબા બુઢા અમરનાથની યાત્રામાં ૪૬ યાત્રાળુઓ જશે

બાબા બુઢા અમરનાથની યાત્રા રાજકોટ ખાતેથી સૌરાષ્ટ્ર ઝોનમાંથી ૭૦૦ ભાઈ બહેનો રવાના થશે:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાબા બુઢા અમરનાથની યાત્રા છેલ્લા ૧૭ વર્ષથી આયોજન કરે છે જેના ભાગરૂપે ધોરાજી સ્વામિનારાયણ મંદિર ખાતે વિદાય સમારંભ યોજાયો હતો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાબા બુઢા અમરનાથ યાત્રાનો છેલ્લા ૧૭ વર્ષથી આયોજન કરી રહ્યા છે ત્યારે આ વર્ષે ધોરાજીમાં ૪૫ શ્રધ્ધાળુ જમ્મુ કાશ્મીર જઈ રહ્યા છે ત્યારે તેમનો વિદાય સમારંભ ધોરાજી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો
બાબા બુઢા અમરનાથ યાત્રાએ ધોરાજીમાં થી ૪૫ જેટલા શ્રદ્ધાળુઓ ને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીર મોકલી રહ્યા છે જે નો વિદાય સમારંભ ધોરાજીના જુના સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય સંત શ્રી મોહનપ્રસાદદાસજી પુરાણી સ્વામી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે પરમ પૂજ્ય સ્વામી મોહન પ્રસાદ પુરાણી સ્વામીએ આશીર્વાદ પાઠવતા જણાવેલ કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી હિન્દુ સમાજની રક્ષા કાજે બાબા બુઢા અમરનાથ યાત્રાનો આયોજન કરી રહ્યા છીએ જેના ભાગરૂપે આજે ધોરાજી માંથી અમારા કુંભારવાડા ના અગ્રણી રતિભાઈ બાલધા સહિત ૪૫ જેટલા લોકો જઈ રહ્યા છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેમની યાત્રા ખૂબ જ સફળ બનાવે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા
આ પ્રસંગે ચંદુભાઈ ચોવટીયા માહિતી આપતા જણાવેલ કે બાબા બુઢા અમરનાથની યાત્રા નું આયોજન બજરંગદળ છેલ્લા૧૭ વર્ષ થી કરે છે, તેમાં સમગ્ર દેશમાંથી હજારો હિન્દુઓ ગર્વભેર ભાગ લે છે, આ વર્ષે તા.૨૭:૭:૨૦૨૨થી આ યાત્રાની શરુઆત થશે,જેમાં ભાગ લેવા ધોરાજી ના ૪૬ હિન્દુઓનોપ્રથમ જથ્થો જશે જે અંગે તમામ યાત્રાળુઓને શુભેચ્છા પાઠવી હતી અને યાત્રાની વિસ્તૃત માહિતી આપી હતી

આ યાત્રાના પ્રાંત સંયોજક નાનજીભાઈએ યાત્રાની માહિતી આપતા જણાવેલ કે જમ્મુ-કાશ્મીરમાં બાબા અમરનાથ યાત્રાએ જે લોકો હિન્દુ સમાજ વતી દર્શન કરવા જતા હતા ત્યારે આંતકવાદીઓ નો ભોગ બનતા હતા આવા સમયે ખૂબ જ પ્રાચીન ગણાતું બાબા બુઢા અમરનાથ યાત્રાએ કોઈ જતું ન હતું આવા સમયે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી જમ્મુ કાશ્મીર બાબા બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે જેના ભાગરૂપે આ વર્ષે ખાલી રાજકોટ જિલ્લામાંથી 700 જેટલા ભાઈ-બહેનો બાબા બુઢા અમરનાથ યાત્રાએ જઈ રહ્યા છે જે ગૌરવની વાત છે જેના ભાગરૂપે ધોરાજી શહેર માંથી ૪૫ જેટલા ભાવિકો બાબા બુઢા અમરનાથ યાત્રા ના દર્શને જઈ રહ્યા છે ત્યારે તેઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા છે
પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના ઉપરાંત અધ્યક્ષ નાનજીભાઈ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત અધિકારી ચંદુ ભાઈ ચોવટીયા વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ રાજાણી મંત્રી પ્રફુલભાઈ જાની ધોરાજી શહેરના  મનીષભાઈ સોલંકી રાજુભાઈ બાલધા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમના અંતે દલસુખભાઈ વગડીયા એ આભારવિધિ કરી હતી

(8:11 pm IST)