Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ધો.૧૨માં નાપાસ થવાની બીકે ભેસાણના રફાળીયા ગામના વિદ્યાર્થીની આત્‍મહત્‍યા

ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૪: ધો.૧૨માં નાપાસ થવાની બીકે ભેસાણના રફાળીયા ગામના વિદ્યાર્થીએ આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ભેસાણ તાલુકાના રફાળીયા ગામનો ૧૭ વર્ષીય ઋત્‍વિક કિશોરભાઇ બગડા ધો.૧૨માં અભ્‍યાસ કરતો હતો.

પરંતુ ઋત્‍વિકને ધો.૧૨ની પરીક્ષામાં નાપાસ થવાનો ડર સતાવતો હતો. આખરે ગુરૂવારે તેણે ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી લીધી હતી.

આ અંગે મૃતકના પિતા કિશોરભાઇ માણંદભાઇ બગડાએ જાણ કરતા ભેસાણના હેડ કોન્‍સ્‍ટેબલ એસ.એન.વાણીયાએ આગળની કાર્યવાહી તપાસ હાથ ધરી છે.

(10:06 am IST)