Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

કચ્‍છના હરામીનાળા વિસ્‍તારમાંથી ૭ પાકિસ્‍તાની બોટ ઝડપાઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૪: બીએસએફ દ્વારા કચ્‍છના દરિયાઇ સીમા પરથી ૭ પાકિસ્‍તાની બોટ જપ્ત કરવામાં આવી છે. જખૌ નજીકના દરિયામાં હરામીનાળાના વિસ્‍તારમાથી ૭ પાકિસ્‍તાની બોટ ઝડપાઈ પણ અંદર રહેલા પાક માછીમારો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ભારતીય જળ સીમામાં માછીમારો દેખાતા બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્‍યું હતું. બીએસએફના જવાનોને આવતો જોઈ માછીમારો બોટ મૂકી નાસી છૂટયા હતા. પાકિસ્‍તાની બોટમાંથી કંઈ પણ શંકાસ્‍પદ નથી મળ્‍યું.

(10:47 am IST)