Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

વિસાવદર રોટરી કોમ્‍યુનિટી કોર્પ્‍સના નવા હોદેદારોનો શપથવિધિ સમારોહ સંપન્‍ન

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૪: રોટરી કોમ્‍યુનિટી કોર્પ્‍સ વિસાવદર નાં વર્ષ ૨૦૨૨/૨૩ નાં હોદેદારોનો શપથવિધિ સમારોહ તેમજ તેજસ્‍વી તારલાઓનો સરસ્‍વતી સન્‍માન સમારોહ અને કાનૂની શિક્ષણ શિબિર શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ,વિસાવદર ખાતે રોટરી કોમ્‍યુનિટી કોર્પ્‍સ વિસાવદરનાં સ્‍થાપક પ્રમુખ રમણીકભાઇ દુધાત્રાનાં માર્ગદર્શન હેઠળ રોટરી કલબ જુનાગઢ નાં પ્રમુખ રોટરીયન હિતેષ ગજ્જરનાં અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો.જેમાં ઉપસ્‍થિત મહાનુભાવોનું આરસીસી-વિસાવદરનાં પૂર્વ પ્રમુખ ઈલ્‍યાસભાઈ મોદી દ્વારા શબ્‍દ પુષ્‍પોથી સ્‍વાગત કરવામાં આવેલ બાદ મહાનુભાવોનાં વરદ હસ્‍તે દિપ જયોત પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોને પુષ્‍પ ગુચ્‍છ અર્પણ કરી સૌનું હાર્દિક અભિવાદન કરવામાં આવેલ બાદમાં આરસીસીનાં પૂર્વ પ્રમુખ રમણીકભાઇ ગોહેલ દ્વારા ગત વર્ષની કામગીરીના પ્રોજેક્‍ટ રિપોર્ટનું વાંચન કરી મહાનુભાવો નાં વરદ હસ્‍તે ગત વર્ષનાં ઉત્‍સાહી પ્રેસિડેન્‍ટ કૌશિક પુરી ગૌસ્‍વામીને સન્‍માનપત્ર અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવેલ તેમજ બાદમાં રોટરી કોમ્‍યુનિટી કોર્પ્‍સનાં સ્‍થાપક પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા દ્વારા કાર્યક્રમ ની રૂપરેખા અંતર્ગત પ્રાસંગિક ઉદબોધન કરેલ તેમજ શપથવિધિ અધિકારી તરીકે સમારોહમાં ખાસ ઉપસ્‍થિત જુનાગઢ રોટરી કલબ નાં રોટરીયન ડો,મયંક શાહ દ્વારા વર્ષ ૨૦૨૨/૨૩ વર્ષ નાં વિસાવદર રોટરી કોમ્‍યુનિટી કોર્પ્‍સનાં પ્રેસિડેન્‍ટ તરીકે આસીફ કાદરી, સેક્રેટરી તરીકે અમિતપુરી ગૌસ્‍વામી તેમજ ટ્રેઝરર તરીકે કિશોર સાગઠીયા સહિતનાને હોદાનાં શપથ ગ્રહણ કરાવેલ તેમજ પીન આપલે કરી અને રોટરી કોમ્‍યુનિટી કોર્પ્‍સ અને તેનાં વિવિધ સેવા કાર્યો વિશે પ્રાસંગિક ઉદબોધન કરેલ આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્‍થિત વિસાવદર લાયન્‍સ કલબનાં સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્‍ટ્રીકટ ચેરપર્સન લાયન ભાસ્‍કરભાઈ જોશી દ્વારા આરસીસી વિસાવદરનાં સેવાકીય પ્રવૃતિઓ વિશે પ્રાસંગિક ઉદબોધન કરેલ તેમજ કાર્યક્રમ માં અધ્‍યક્ષ સ્‍થાને ઉપસ્‍થિત રોટરી કલબ જુનાગઢનાં પ્રેસિડેન્‍ટ રોટરીયન હિતેષ ગજ્જર દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરેલ કાર્યક્રમ દરમિયાન શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ હાઈસ્‍કૂલ વિસાવદરના ધોરણ ૯ થી ૧૨ મા પ્રથમ, દ્વિતિય તેમજ તૃતીય નંબરે ઉત્તીર્ણ થયેલા તેજસ્‍વી તારલાઓનું ઉપસ્‍થિત મહાનુભાવોનાં વરદ હસ્‍તે શિલ્‍ડ અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવેલ તેમજᅠ કાનૂનીᅠ શિક્ષણ શિબિર અંતર્ગત પીએલવી તરીકે રમણીકભાઇ દુધાત્રા દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડેલ બાદમાં કાર્યક્રમ માં ઉપસ્‍થિત રોટરી કલબ જુનાગઢ નાં હોદેદારો ને મોમેનટ અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવેલ.શપથવિધિ બાદ નવાં વરાયેલ પ્રેસિડેન્‍ટ આસીફ કાદરી ને સમારોહમાં ખાસ ઉપસ્‍થિત તેમના માતા ફરીદાબેન તેમજ પિતા મહેબુબભાઈએ રોટરી કોમ્‍યુનિટી કોર્પ્‍સ વિસાવદરનાં સેવાયજ્ઞમાં જોડાવા બદલ શુભેચ્‍છા સહ આશિર્વાદ પાઠવેલ.

 તેમજ લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા નવાં વરાયેલ પ્રેસિડેન્‍ટ આસીફ કાદરીને શાલ ઓઢાડી સન્‍માનિત કરવામાં આવેલ સાથે સમારોહમાં ઉપસ્‍થિત સૌએ નવા વધારેલા હોદેદારો ને શુભેચ્‍છાઓ પાઠવીહતી.રોટરી કલબ જુનાગઢનાં પ્રમુખ રોટરીયન હિતેષ ગજ્જર ,ઈન કમિગ સેક્રેટરી રોટરીયન બિપીન કણસાગરા, શપથવિધિ અધિકારી રોટરીયન ડો. મયંક શાહ,લાયન ભાસ્‍કરભાઈ જોશી, જુનાગઢ જિલ્લા ભાજપમંત્રી નરેન્‍દ્રભાઈ કોટીલા, વિસાવદર તા.પં.ઉપપ્રમુખ અશ્વિનભાઈ સરધારા, કોંગ્રેસ અગ્રણી ભરતભાઈ અમીપરા,શાયોના ગૃપ પ્રમુખ ઘનશ્‍યામભાઈ સાવલીયા, વિસાવદર તાલુકા પેન્‍શનર ગૃપના પ્રમુખ સી વી જોશી, લાયન્‍સ કલબના પ્રમુખ સી આર જોધાણી, મેડિકલ સાધન સેવા કેન્‍દ્ર નાં સંચાલક ચન્‍દ્રકાન્‍ત ખુહા, સમભાવ મિત્ર મંડળ નાં પ્રમુખ ઈલ્‍યાસભાઈ ભારમલ,શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ વિસાવદર નાં કેમ્‍પસ ડાયરેકટર જીતેન્‍દ્રભાઈ ડોબરીયા, વિસાવદર ડાયમંડ એસોસિયેશન નાં પ્રમુખ અને સમારોહ માં શિલ્‍ડ અને મોમેનટો નાં દાતા વિજયભાઈ રીબડીયા, લાયન્‍સ કલબ વિસાવદર ના સિનિયર લાયન અબુલીભાઈ હિરાણી, વિસાવદર નગરપાલિકા પૂર્વ સેક્રેટરી ગફારભાઈ ભોર, સિનિયર સિટીઝન ગૃપ ના મંત્રી નુરૂદિનભાઈ ખેતી, વિસાવદર સરદાર પટેલ સેવાદળ નાં મંત્રી જેન્‍તીભાઇ ખૂંટ, ઉપપ્રમુખ વિપુલભાઈ વેકરિયા, મેમ્‍બર સુરેશભાઈ ભુવા, ધનશ્‍યામભાઈ ભાલાળા,આર સી સી નાં પૂર્વ પ્રમુખ ભરતભાઇ નિમાવત તેમજ બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ નાં વાલી, અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ સહિત ખાસ ઉપસ્‍થિત રહેલ

 સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા વિસાવદર આર સી સી નાં ફાઉન્‍ડર પ્રેસિડેન્‍ટ રમણીકભાઇ દુધાત્રા, પૂર્વ પ્રેસિડેન્‍ટ રમણીકભાઇ ગોહેલ, ઈલ્‍યાસભાઈ મોદી, કૌશિકપુરી ગૌસ્‍વામી, અબ્‍બાસી ખેતી, વિજયભાઈ રીબડીયા, મેમ્‍બર ફૈઝલ શાહમદાર, નવાં વરાયેલ પ્રેસિડેન્‍ટ આસીફ કાદરી, સેક્રેટરી અમિતપુરી ગૌસ્‍વામી, ટ્રેઝરર કિશોર સાગઠીયા સહિતના એ જહેમત ઉઠાવેલ.

કાર્યક્રમ બાદ આર સી સી વિસાવદર નાં ફાઉન્‍ડર પ્રેસિડેન્‍ટ રમણીકભાઇ દુધાત્રા તરફથી ઉપસ્‍થિત સૌ માટે સ્‍વાદિષ્ટ અલ્‍પાહાર સાથે ચા પાણી ની વ્‍યવસ્‍થા નું સુંદર આયોજન કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આર સી સી નાં પૂર્વ પ્રમુખ રમણીકભાઇ ગોહેલ દ્વારા કરવામાં આવેલ તેમજ આભાર દર્શન આર સી સી નાં ફાઉન્‍ડર પ્રેસિડેન્‍ટ રમણીકભાઇ દુધાત્રાએ કરેલ.

(10:51 am IST)