Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

રૂ. બે લાખનો ચેક પાછો ફરતાં કાલાવડ કોર્ટમાં થયેલી ફરિયાદ

(કમલેશ આશરા દ્વારા) કાલાવડ,તા. ૨૪ : અત્રે બે લાખ રૂપિયાનો ચેક પાછો ફરતા કાલાવડ કોર્ટમાં ફરિયાદ થતાં અદાલતે આરોપીને હાજર થવા હુકમ કર્યો હતો.

કાલાવડના રહીશ શ્રી ભીખાલાલ અમૃતલાલ ભટ્ટ પાસેથી જુના સંબંધ અને મિત્રના નાતે ખીમાણી સણોસરાના રહીશ હારૂનભાઇ વલીભાઇ વિંછીના સુપુત્ર ઇરફાનભાઇ હારૂનભાઇ વિંછીને રૂ. ૨,૦૦,૦૦૦ હાથ ઉછીના લીધેલા હતા. જે રકમની પરત ચુકવવાની બાંહેધરી માટે તેમણે રૂ. ૨,૦૦,૦૦૦ બે લાખ રૂપિયાનો ચેક આપેલ હતો. જે ચેક ભીખાલાલ ભટ્ટ દ્વારા તેમના બેન્ક ખાતામાં રજુ કરાતા નાણાના અભાવે તે પરત ફરેલ હોય જેથી ભીખાલાલ દ્વારા તેમના વકીલશ્રી મારફતે લીગલ નોટીસ મોકલવામાં છતાં ઉપરોકત આરોપીઍ તેઓની રકમ પરત નહીં ચુકવતા, ભીખાલાલ અમૃતલા ભટ્ટ દ્વારા ઇરફાનભાઇ હારૂનભાઇ વિંછી વિરૂધ્ધ કાલાવડ કોર્ટમાં ફોજદારી દાખલ કરેલ. જેમાં કોર્ટે ઇરફાનભાઇ હારૂનભાઇ વિંછીને કાલાવડ કોર્ટ સમક્ષ હાજર રહેવાનો હુકમ ફરમાવેલ છે.ફરીયાદી ભીખાલાલ તરફે કાલાવડના ધારાશાસ્ત્રી શ્રી દિપકભાઇ આર.પંડ્યા તથા શ્રી ભાવેશભાઇ આર. પંડ્યા રોકાયેલ છે.

(11:50 am IST)