Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

શેત્રુંજી ડેમમાં ૪ ઇંચ પાણીની આવક : સપાટી ૨૦. ૧૦ ફૂટે પહોંચી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૪ : ભાવનગર જિલ્લાના જીવાદોરીસમાન શેત્રુંજી ડેમ ચોમાસાની શરૂઆતમાં જ પાણીની આવક શરૂ થઇ છે. શેત્રુંજી ડેમમાં ઇંચ નવા પાણીની આવક થઈ છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ભાવનગરના પાલીતાણામાં આવેલ શેત્રુંજી ડેમમાં ચોમાસાની શરૂઆતમાં જ પાણીની આવક ચાલુ થઈ છે. ઉપરવાસના વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૦ પાણીની આવકથી શેત્રુંજી ડેમની સપાટી વધીને ૨૦.૧૦ ફૂટે પહોંચી છે.

 

(12:07 pm IST)