Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

મોરબીના ઉંચી માંડલ પાસે ૨૬ બોટલ દારૂ સાથે જગદીશ પકડાયો

મોરબીમાં બે સ્‍થળે વિદેશી દારૂ સાથે બે પકડાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૪ : મોરબી તાલુકા પોલીસે ચોક્કસ બાતમીને આધારે ઉચીમાંડલ ગામની સીમ માર્બીલાનો સીરામીકના લેબર કવાર્ટરમાં રેઇડ ચલાવી હતી. જયાં મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના વડા ગામના વતની અને હાલ માર્બીલાનો સીરામીકના લેબર કવાર્ટરમાં મજુર ઓરડીમાં આરોપી જગદીશભાઈ ગોવિંદભાઈ મારૂ પોતાના કબ્‍જામાં વિદેશી દારૂની બોટલ નંગ-૨૬ કિં.રૂ. ૧૩૫૨૦નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે રાખી હાજર મળી આવતા ધરપકડ કરાઇ હતી.
તેમજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ શકિત ચેમ્‍બર-૧ ની સામે સરાણીયાવાસ પાસે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ગૌરાંગપરી ઉર્ફ ગૌરવ ભુપતપરી ગોસ્‍વામી હીરો સીડી ડીલકસ મો.સા રજી નંબર- જીજે.૩૬.એડી.૪૩૮૦ વાળામાં પસાર થતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ નં-૪ કુલ કિ. રૂ-૧૪૦૦ મળી આવતા પોલીસે દારૂ અને બાઈક સહિતનો મુદામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરીને પ્રોહી એકટ કલમ-૬૫-એ.એ,૧૧૬(બી),૯૮(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તેમજ સલીમ હુસેનભાઇ આંબલીયા નવા ડેલા રોડ પાસે જાહેરમાં પોતાના કબ્‍જામાં વિદેશી દારૂના ચપલા નંગ ૪ કિં.રૂા. ૪૦૦ સાથે મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી.
વરલીનો જુગાર રમાડતો પકડાયો
રેલવે સ્‍ટેશન પાછળ ખાડા વિસ્‍તારમાં વીસીપરામાં મોરબી સીટી બી-ડીવીઝન પોલીસની ટીમે રેઇડ કરી અનવર આદમભાઇ સુમરા વર્લી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતો હોય રોકડા રૂા. ૧૭૬૦ અને વરલીના સાહિત્‍ય સાથે ઝડપી લીધો હતો.

 

(12:10 pm IST)