Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સૌરાષ્‍ટ્રના ૯ તાલુકાઓમાં મોસમનો વરસાદ ૪ ઇંચ થી વધુ

દેખો એક બાર ફીર સે બારીશ કા મોસમ આયા, અપને સાથે સબ કે ચહેરો પર મુશ્‍કાન લાયા.... : સૌથી વધુ ૬ ઇંચ ગિર સોમનાથ અને સાવરકુંડલામાં : બરવાળા-કાલાવડમાં ૪-૪ ઇંચ : અનેક વિસ્‍તારોમાં વરસાદી માહોલ

રાજકોટ, તા. ર૪ : ગુજરાતના જુદા જુદા વિસ્‍તારોમાં મેઘસવારી હાજરી પુરાવી રહી છે હજુ ચોમાસુ એકદમ જામ્‍યુ નથી પણ આશાસ્‍પદ વરસાદી વાતાવરણ છે. કેટલાક વિસ્‍તારોમાં વાવણી થઇ ગઇ છે. કેટલાક વિસ્‍તારોમાં બાકી છે. સૌરાષ્‍ટ્રના ૯ તાલુકાઓમાં ૪ ઇંચ કે તેથી વધુ વરસાદ પડી ગયો છે. રાજયના ૧ર તાલુકાઓ હજુ કોરધાકોડ છે. મોસમનો સરેરાશ વરસાદ પ.પ૦ ટકા પડયો છે. માત્ર ર તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ થયો છે. જુલાઇ, ઓગષ્‍ટમાં સૌથી વધુ વરસાદ થવાની આશા છે.

કચ્‍છનો સરેરાશ વરસાદ ૩.૩૩ ટકા ઉતર ગુજરાતમાં ૩.૭૭ ટકા, મધ્‍ય ગુજરાતમાં ૪.૬પ ટકા, દક્ષિણ ગુજરાતમાં પ.૬૭ ટકા અને સૌરાષ્‍ટ્રમાં ૬.૮૯ ટકા વરસાદ થયો છે. રાજયનો સરેરાશ વરસાદ પ.પ૦ ટકા નોંધાયો છે. જુન માસનો રાજયનો સરેરાશ વરસાદ ૪.૪ર મીમી થયો છે. સૌરાષ્‍ટ્રમાં ચોમાસાની આ મોસમનો અત્‍યાર સુધીનો સૌથી વધુ ૬ ઇંચ જેટલો વરસાદ સાવરકુંડલા તાલુકામાં થયો છે.

સૌરાષ્‍ટ્રમાં જયાં આ વખતના ચોમાસામાં ૧૦૦ એમ.એમ. થી વધુ વરસાદ થયો તે તાલુકા નીચે મુજબ છે. (રપ એમ.એમ.=૧ ઇંચ)

તાલુકો        વરસાદ (એમ.એમ.)

ચોટીલા     ૧૩ર

મૂળી                ૧૧પ

માણાવદર   ૧૪૮

વિસાવદર   ૧ર૬

ગિરસોમનાથ        ૧પ૦

લાઠી                ૧૧૩

સાવરકુંડલા ૧૬૦

બરવાળા    ૧૦૪

કાલાવડ     ૧૦૧

(12:53 pm IST)