Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પોરબંદર જિલ્લામાં ખાણીપીણીમાં ભેળસેળ કરતા તત્વો સામે કલેકટર દ્વારા કડક કાર્યવાહી

પોરબંદર તા. ર૪ : પોરબંદર જિલ્લામાં ભેળસેળ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની કલેકટર અશોક શર્માએ સુચના આપી છે.

દુધ બાળકો સહિત સૌ કોઇની રોજની જરૂરીયાત છે. ત્યારે દુધ, માવો, પાણીપુરી, રેસ્ટોરન્ટની ચીજવસ્તુઓ તેમજ બ્રેડ-પનીર સહિતની ખાદ્યપદાર્થના નમૂના લેવા અને લોકોની ફરીયાદો હોય તો રૂબરૂ તપાસ કરવા સુચના આપવામાં આવી છે. કલેકટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને ગઇકાલે જિલ્લા પુરવઠા-ગ્રાહક ફરીયાદ અંગેની સમિતિની બેઠક મળી હતી. જેમાં લોકો ફરીયાદ નોંધાવી શકે તે માટે હેલ્પલાઇન-ટેલીફોનીક નંબરની વ્યવસ્થા કરવામાં આવી હતી. તોલમાપ તંત્ર દ્વારા પણ ઓછુ વજન કરતા હોય તેવા શખ્સો સામે કાર્યવાહી થાય અને પોરબંદરના તમામ દુકાનો તબકકા વાઇઝ તપાસ થઇ જાય તેવી વ્યવસ્થા કરવા જણાવાયું છે.

ખાદ્યપદાર્થની ફરીયાદ ફુડ સેફટી ઓફિસરને મો.૯ર૬પ૧ ર૦૬૯૯, ૭૭૭૭૯ ૮૯૭ર૦ પર લોકો નોંધાવી શકશે. તોલમાપ અંગેની ફરીયાદ ૯૬૬ર૪ ૧ર૩૭૭૭ પર નોંધાવી શકાશે. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી હિરલબેન  દેસાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઇ કેશવાલા, ગ્રાહક ફરીયાદ સમિતિના સભ્યો અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:59 pm IST)