Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પોરબંદરના શિક્ષિકા રાંભીબેન ઓડેદરાની સરકારી બી એડ્ કોલેજના પ્રોફેસર તરીકે નિમણુંક

પોરબંદર તા.ર૪ : સિગ્મા હાઇસ્કુલના શિક્ષિકા ડો. રાંભીબેન ઓડેદરાની આણંદની સરકારી બી.એડ્.કોલેજમાં પ્રોફેસર તરીકે નિમણુંક કરવામાં આવી છ.ે

સિગ્મા હાઇસ્કુલના મદદનીશ શિક્ષિકા ડો. વિ.આર. ગોઢાણીયા બી.એડ્.  કોલેજ (સેલ્ફફાઇનાન્સ)ના પૂર્વ અધ્યાપક ડો. રાંભીબેન બચુભાઇ ઓડેદરાની રાજય ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આણંદની શ્રી રતનશી પુરૂષોતમ અનનાડા સરકારી બી.એડ્. કોલેજમાં પ્રોફેસર તરીકેની નિમણુંક થતા શિક્ષક જગતમાં આવકારેલ છ.ે

ડો. રાંભીબેન બચુભાઇ ઓડેરાની આ નિમણુંકને સિગ્મા સ્કુલના  મેનેજીગ ટ્રસ્ટી ડો. મેરામણભાઇ ગોરાણીયા વિદ્યાપુરૂષ ડો. વિરમભાઇ ગોઢાણીયા, કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડા તથા લેખિકા ડો. મીતાબેન હરીષભાઇ થાનકીએ અભિનંદન આપી ઉતરોત્તર પ્રગતિ માટેની શુભેચ્છાઓ પાઠવી છે.

(1:00 pm IST)