Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સાવરકુંડલાઃ ગુજકોમાસોલના ભાવનગર જિલ્લાના ડિરેકટર તરીકે નાનુભાઇ વાઘાણીનો વિજય

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ર૪ :.. ગુજકોમાસોલ ભાવનગરના જિલ્લાના ડીરેકટર તરીકે સહકારી અગ્રણી નાનુભાઇ વાઘાણીનો જંગી લીડથી વિજય થતા સહકારી ક્ષેત્રમાં ખુશી વ્‍યાપી જવા પામેલ હતી.

ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્‍થા ગુજકોમાસોલ ભાવનગર જિલ્લાના ડીરેકટર તરીકેની ચૂંટણીમાં ભાવનગર જિલ્લા સહકારી બેંકના પૂર્વ ચેરમેન માજી ધારાસભ્‍ય ખેડૂત આગેવાન નાનુભાઇ વાઘાણીનો ભાવનગર જિલ્લા ગુજકોમાસોલના ડીરેકટર તરીકે જંગી બહુમતીથી વિજય થતા સહકારી ક્ષેત્રમાં  વ્‍યાપક ખુશી ફેલાઇ હતી. નાનુભાઇ વાઘાણીને વિજય બનવા બદલ ચોતરફથી અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(1:02 pm IST)