Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

રાજુલા ATMને નુકસાન કરી રોકડ ચોરી જનાર મોટા રીંગણીયાવાળાના બે શખ્‍શ ઝબ્‍બે

રાજુલા,તા.૨૪ : ગઇ તા.૨૧/૦૬/૨૦૨૨ ની રાત્રિના અજાણ્‍યા આરોપી ચોર ઇસમોએ સાથે મળી, ગુનો કરવાના ઇરાદે આઇ.ડી.બી.આઇ બેંક રાજુલાની શાખાના એ.ટી.એમ. રૂમમાં પ્રવેશ કરી, તેમાં રાખેલ એ.ટી.એમ. મશીન પકડ તથા કોશ વડે તોડી તથા સી.સી.ટી.વી. કેમેરો તોડી આશરે બે લાખનું નુકસાન કરી, એ.ટી.એમ.  મશીનમાંથી અંદાજીત રૂ.૪,૫૦૦/-ની ચોરી કરી લઇ જઇ ગુન્‍હો કરેલ હોય જે અંગે આઇ.ડી.બી.આઇ. બેંક, રાજુલા શાખાના બેંક મેનેજર ભાવીકભાઇ જગદીશચંદ્ર દવે ઉ.વ.૪૧ ધંધો.બેંક મેનેજર રહે. રાજુલાનાઓએ ફરીયાદ આપતા,  રાજુલા પો.સ્‍ટે. એ-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૩૦૫૦૨૨૦૫૧૪/૨૦૨૨ આઇ.પી.સી. કલમ- ૩૮૦,૪૨૭,૪૪૭, ૪૬૧,૧૧૪ મુજબનો ગુનો રજી. થયેલ હતો. સદર ગુનાની આગળની તપાસ બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્‍સ., રાજુલા પો.સ્‍ટે.નાઓ ચલાવી રહેલ હતા.

  જે અન્‍વયે રાજુલા પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ.  એમ.એ.દેસાઇ નાઓની રાહબરી હેઠળ રાજુલા પોલીસ  ટીમે  આરોપીઓની તપાસ કરનાર બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્‍સ. તથા બી.એચ.ચોવટીયા, અનાર્મ હેડ કોન્‍સ તથા પો.કોન્‍સ પરેશભાઇ મનુભાઇ દાફડાનાઓએ બાતમી મેળવી હકિકત આધારે  રોકડા રૂ.૪,૫૦૦/- તથા ગુનો કરવામાં ઉપયોગમાં લીધેલ હથિયાર તથા મોટર સાયકલ સાથે ગણતરીની કલાકોમાં  (૧) કીરીટભાઇ હિંમતભાઇ મારૂ ઉ.વ.૩૨ ધંધો.મજુરી (૨) જેન્‍તીભાઇ ડાયાભાઇ મયાત્રા ઉ.વ.૩૫ ધંધો.મજુરી તા.રાજુલા ઝડપી લીધા છે.

 આ કામે પકડાયેલ બન્ને આરોપીઓને  કોર્ટમાં રજુ કરી દિન-૦૧ ના રીમાન્‍ડ મેળવેલ છે.

 આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના  હેઠળ સર્વેલન્‍સ સ્‍કોડના UHC ભરતભાઇ મુહાભાઇ તથા UHC  ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા UHC મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા પો.કોન્‍સ.મીતેશભાઇ કનુભાઇ વાળા તથા  પો.કોન્‍સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્‍સ ઘનશ્‍યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્‍સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્‍સ ભરતસિંહ લાખાભાઇ   તથા પો.કોન્‍સ પરેશભાઇ મનુભાઇ દાફડાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(1:02 pm IST)