Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પડધરીના ખાખડાબેલા-૬ ગામે દારૂ અને બિયરના જથ્‍થા સાથે બે શખ્‍સો પકડાયા

યશપાલસિંહ અને ક્રિપાલસિંહની ૮ર હજારના મુદ્દામાલ સાથે ધરપકડ

રાજકોટ, તા. ર૪ :  પડધરીના ખાખડાબેલા-૬ ગામની સીમમાં પડધરી પોલીસે રેઇડ કરી દારૂ અને બિયરના જથ્‍થા સાથે બે શખ્‍સોને ઝડપી લીધા હતા.
ખાખડાબેલા-૩ ગામની સીમમાં સરકારી ખરાબાવાળી જમીનમાં દારૂનો જથ્‍થો ઉતાર્યો હોવાની બાતમી મળતા પડધરીના પી.એસ.આઇ. આર.જે. ગોહિલ તથા હેડ કો.પ્રદીપરાય સોલંકી સહિતના સ્‍ટાફે રેઇડ કરી વિદેશી દારૂની બોટલ નંગ ર૧૯ તથા બિયર ટીન નંગ-૭ મળી કુલ ૮ર,૯રપ ના મુદ્દામાલ સાથે યશપાલસિંહ ધનુભા જાડેજા રે. ખાનપર તા. મોરબી તથા ક્રિપાલસિંહ જુવાનસિંહ જાડેજા રે. ખાખડાબેલા-૬ તા. પડધરીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

(1:02 pm IST)