Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

અમરેલીમાં વિજ ટ્રાન્‍સફોર્મરમાંથી ઓઇલ ચોરી કરનાર વિકુ મુદ્દામાલ સાથે ઝબ્‍બે

અમરેલી,તા. ૨૪ : ગત તા. ૨/૬/૨૦૨૨ની રાત્રિના કોઇ અજાણ્‍યો ઇસમે અમરેલી, ભોજલીયા મંદિર પાસે, ખેતી વાડી વીજ કનેકશનના અલગ અલગ ટ્રાન્‍સફોર્મરમાંથી કુલ ૨૩૦ લીટર ઓઇલ કિ.રૂા. ૧૭,૪૮૦ ની ચોરી કરેલ હોય. જે અંગે પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનરે મુકેશભાઇ રામભાઇ પરમાર (ઉવ.૪૨) રહે. અમરેલી, ચિતલ રોડ જ્‍યોતીરાવ નગર સોસાયટીનાઓએ ફરીયાદ આપતા, અજાણ્‍યા આરોપી વિરૂધ્‍ધ અમરેલી તાલુકા પો.સ્‍ટે. એ-પાર્ટ ગુ.રનં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૫૬૪/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ હતો.

હકિકત આધારે અમરેલી બહારપરા, ફાટક પાસે રહેતા ઇસમને ઉપરોકત ચોરીમાં ગયેલ ઓઇલ સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે. પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી તાલુકા પો.સ્‍ટે.માં વિકુ ઉર્ફે હંડો હિરાભાઇ વાઘેલા (ઉવ.૪૧) ને સોંપી આપેલ છે અને ઓઇલ ૨૦૦ લીટર ભરેલ ચાર કેબરા કિં.રૂા. ૧૫,૨૦૦ તથા મોટર સાયકલ રજી. નં. જીજે-૦૩-ડીએસ-૫૧૯૪ કિં. રૂા. ૧૫,૦૦૦ મળી કુલ કિ. રૂા. ૩૦,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

 આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે. કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:03 pm IST)