Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ઓલ ઈનિડયા BSNL-DOTપેન્‍શનર્સ એશોસિએશનના સેન્‍ટ્રલ હેડ કર્વાટર દ્વારા માંગણીઓના સમાધાનની માંગ સાથે યોજાયેલ દેખાવો

જામનગર,તા.૨૪: AIBDPAની રાષ્‍ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં મહત્‍વપૂર્ણ મુદ્દાઓ પર આંદોલન માટે તબકકાવાર કાર્યક્રમ માટે નિર્ણય લેવામાં આવ્‍યો હતો. તે ભારતભરમાં તથા ગુજરાતમાં BSNL ની SSA/BA ડીસ્‍ટ્રીકટ હેડ કર્વાટર ખાતે અગત્‍યની માંગણીઓના સમાધાનની માંગ સાથે દેખાવનો કાર્યક્રમ યોજાયેલ હોવાનું  AIBDPAગુજરાત સર્કલ સેક્રેટરી મનુભાઈ ચુનિયારાએ જણાવેલ છે. ગુજરાતમાં BSNLની SSA/BAડીસ્‍ટ્રીકટ હેડ કર્વાટર ખાતે દેખાવનો કાર્યક્રમ યોજાયેલ. હવે ૨૨ જુલાઈના ભારતભરમાં તથા ગુજરાતમાં BSNL ની SSA/BAડીસ્‍ટ્રીકટ હેડ કવાર્ટર ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાશે અને ૨૪/૮/૨૦૨૨ના રોજ AIBDPA દ્વારા સંચાર ભવન માર્ચ દિલ્‍હી ખાતે યોજશે. ગુજરાતમાંથી માર્ચ ટુ સંચાર ભવન ૨૪/૮/૨૦૨૨ના દિલ્‍હી ખાતે લગભગ ૧૦૦ સભ્‍યો જોડાશે. દેખાવનો કાર્યક્રમ સફળ બનાવવા બદલ CHQ તથા સર્કલ દ્વારા ડીસ્‍ટ્રીકટ બ્રાંચોને અભિનંદન પાઠવેલ.
આ અગત્‍યની માંગણીઓના સમાધાનની માંગ સાથે આંદોલનાત્‍મક કાર્યક્રમ અંગે નિર્ણય ૧૫ ટકા ફીટમેન્‍ટ સાથે ૧/૧/૨૦૧૭થી વેતન રિવિઝન ડિલિકિંગ કરી પેન્‍શન રિવિઝન, ૧/૪/૨૦૧૮થી બાકી રહેલા તબીબી ભથ્‍થા અને ૧/૪/૨૦૧૯થી બાકી રહેલા તબીબી વળતર બિલની તાત્‍કાલિક ચુકવણી સંસદીય સ્‍થાયી સમિતિની ભલામણોના અમલ કરતી CGHSની અસરકારક કામગીરી, ફ્રીઝ કરેલ IDA હપ્‍તાના બાકીની ચુકવણી, મહારાષ્‍ટ્રના VRS નિવૃતોને પેન્‍શન અને અન્‍ય નિવૃતિ લાભોની તાત્‍કાલિક ચૂકવણી જાતિપ્રમાણપત્રને પુનઃપ્રમાણ ન કરવા માટે ગેરકાયદેસર રીતે અટકાવવામાં આવી વિગેરે અગત્‍યની માંગણીઓ માટે નીચે જાણવેલ આંદોલનાત્‍મક કાર્યક્રમ કરવા ગુજરાતના AIBDPA દરેક ડીસ્‍ટ્રીકટ સેક્રેટરી તથા CWC મેમ્‍બરને સફળ બનાવવા AIBDPAના સેન્‍ટ્રલ હેડ કર્વાટર સંગઠન મંત્રી મનુભાઈ ચનિયારાએ અપીલ કરેલ છે.
AIBDPAની દરેક ડીસ્‍ટ્રીકટ બ્રાંચને ૨૦-૦૭-૨૦૨૨ના રોજ SSA/BAકક્ષાએ ધરણાનો યોજવા અપીલ કરવામાં આવે છે. AIBDPA સંચાર ભવન માર્ચ દિલ્‍હી ખાતે ૨૪/૮/૨૦૨૨ના દિલ્‍હી રાજયોમાંથી નકકી કરેલ સંખ્‍યામાં સહભાગીઓ જોડાશે. ગુજરાતમાંથી માર્ચ ટુ સંચાર ભવન ૨૪/૮/૨૦૨૨ના દિલ્‍હી ખાતે લગભગ ૧૦૦ સભ્‍યો જોડાશે. AIBDPAની દરેક ડીસ્‍ટ્રીકટ બ્રાંચએ તા.૧૫/૭/૨૦૨૨ પહેલાં દિલ્‍હી ખાતે આવનાર નામ સર્કલ સેક્રેટરીને નોંધાવવા વિનંતી છે.

 

(1:04 pm IST)