Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ધારીમાં બાઇક હડફેટે સિમેન્‍ટની ગાડી ઉતારવા જતા મુકેશભાઇ ચૌહાણનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી, તા.૨૩: ધારી વેકરીયા પરા ગુરૂકૃપા ગેરેજ રોડ ઉપર બાઇક જીજે ૧૩ જેજે ૫૫૭૯ ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી સિમેન્‍ટની ગાડી ઉતારવા ચાલીને મજુરી કામે જતા મુકેશભાઇ ઉર્ફે કાળુભાઇ ચોૈહાણ નામના પ્રોૈઢને હડફેટે લઇ માથામાં હેમરેજ કરી મોત નિપજાવી કુટુંબીક ભાઇને ઇજા કર્યાની પુત્ર પ્રફુલભાઇ ચોૈહાણે ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ પી.એસ. આઇ. ડી.સી.સાકરીયા ચલાવી રહયા છે.

જુગાર

જુદા જુદા બે સ્‍થળોએ પોલીસે જુગારના દરોડાઓ પાડી ૧૪ શખ્‍સોને રોકડ રૂા.૧૯,૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.અમરેલી મીનીકસ્‍બાવાડમાં ઇમરાન આમદભાઇ પોપટીયા, ઇબ્રાહીમશા સુબ્રાતશા શાહમદાર, ઇરફાન ઇકબાલભાઇ કુરેશી સહિત પાંચ શખ્‍સોને પો.કોન્‍સ.પૃથ્‍વીરાજસિંહ પરમારે જાહેરમાં જુગાર રમતા રોકડ રૂા.૧૬,૫૮૦ સાથે જયારે સિવિલ હોસ્‍ટિપલ સામે ઝુપડપટીમાં જયંતી બચુભાઇ વાઘેલા, ભનુ ચતુરભાઇ વાવડીયા, ચંદુ દલુભાઇ સોલંકી, વિશાલ બાબુભાઇ વાવડીયા સહિત નવ શખ્‍સોને એ.એસ.આઇ.રમેશભાઇ માલકીયાએ રોકડ રૂા.૩૧૨૦ સાથે ઝડપી પાડયા હતા.

રાજુલાના જુની બારપટોળીમાં પ્રોૈઢનું મોત

રાજુલા તાલુકાના બારપટોળી ગામે લુણવીરભાઇ બદ્રુભાઇ વાળા રહે.રાજુલાવાળાને જુની બારપટોળી ગામના કનુ આતાભાઇ વાઘે પોતાનું બાઇક જીજે ૩૮ એસી ૩૯૫૧ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇક સાથે અથડાવી માથામાં ગંભીર ઇજા કરી સારવાર દરમિયાન મોત નિપજાવ્‍યાની અશોકભાઇ વાળાએ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામે મુકતાબેન મુકેશભાઇ પરમાર ઉ.વ.૪૦ ની દિકરીના બીજે લગ્ન કરવાના હોય જેરામ અરજણભાઇ પરમારે મોટી ઉંમરનો દિકરો દેખાડતા સારૂ નહિં લાગતા માર મારી ધમકી આપ્‍યાની વંડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પરીણિતાને ત્રાસ

 ભુજના માધાપર ગામે સાવરકુંડલાના થોરડી ગામની હેતલબા વિરેન્‍દ્રસિંહ જેઠવા ઉ.વ.૨૫ ને પતિ વિરેન્‍દ્રસિંહ ભીખુભા, સાસુ જનકબા ભીખુભા જેઠવાએ કરીયાવર પ્રશ્‍ને અવાર નવાર મેણા મારી ત્રાસ આપ્‍યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

માવજીંજવા ગામે પ્રોૈઢ ઉપર હુમલો

બગસરા તાલુકાના માવજીંજવા ગામે મોહનભાઇ હીરાભાઇ દાફડા ઉ.વ.૫૪ ની દિકરીએ વિનુભાઇના ભાણીયા સાથે પ્રેમલગ્ન કરેલ હોય.અને અગાઉ બોલાચાલી થયેલ જે મનદુઃખ રાખી વિનુભાઇએ માથામાં ધારીયું મારી મેઘા અમરાભાઇ લાકડી વડે તેમજ રમેશ મેઘાભાઇ, જયંતી ગોરાભાઇએ માર મારી ઇજા કરી દયાબેનને વિવેક વિનુભાઇ, સચીન વિરજીભાઇએ લાકડી વડે માર માર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી છે.

રાજુલામાં વિધવા મહિલા ઉપર હુમલો

રાજુલા તત્‍વજયોતી પાસે દેવીપુજક વાસમાં રહેતી હિનાબેન ગોપાલભાઇ માળી ઉ.વ.૩૨ ના પતિ મૃત્‍યુ પામેલ હોય દિયર સંજય ભરતભાઇ માળી પાસેથી ઉછીના પૈેસા લીઘેલ હોય જેની ઉઘરાણી કરી સંજય ભરતભાઇ, કિશન ભરતભાઇ, ગોૈતમ ગોપાલભાઇ, સવિતાબેન માળીએ ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્‍યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારમાર્યો

સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામે ઘનશ્‍યામભાઇ મોહનભાઇ રાઠોડ પોતાના રહેણાંક મકાનની બહાર ડેલી પાસે ઇલેકટ્રીક પોલ ઉભો કરવાનો હોય.તેમજ બીજા શેરીના લોકોને લાઇટનું કનેકશન લેવાનું હોય વીજપોલ ઉભો થતા દિનેશગીરી શીવગીરી ગોસાઇએ ડેલી પાસે વીજપોલ ઉભો કરવાની ના પાડતા ઘનશ્‍યામભાઇ સમજાવવા જતા ઉશ્‍કેરાઇ ગાળો બોલી ઘરેથી કુહાડી લઇ આવી મારી નાખવાના ઇરાદે માથામાં જીવલેણ ઘા મારી ઇજા કરી શિવગીરી ગોસાઇએ લાકડાના ધોકા વડે માર મારી ઇજા કર્યાની રેખાબેન ઘનશ્‍યામભાઇ રાઠોડે વંડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જયારે સામાપક્ષે દિનેશગીરી શિવગીરી ગોસાઇ ઉ.વ.૪૨ ને ઘનશ્‍યામ મોહનભાઇ, સુરેશ ઘનશ્‍યામભાઇ રાઠોડે માથામાં કુહાડી મારી લાકડાના બડીયા વડે માર માર્યાની વંડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ પી.એસ.આઇ. પી.વી.પલાસ ચલાવી રહયા છે.

મોત

સાવરકુંડલા તાલુકાના નાના જીંજુડા ગામે રહેતા સુખાભાઇ બોઘાભાઇ પાટડીયા ઉ.વ.૨૮કોઇઅગમ્‍યકારણોસરપોતાનાશરીરે કેરોસીન છાંટી સળગી જતા ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નિપજયાનું મોટાભાઇ ઘનશ્‍યામભાઇ પાટડીયાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(4:04 pm IST)