Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

લઘુમતિઓના કલ્‍યાણ માટેનાં ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિમાં જામનગરના ત્રણ આગેવાનોની નિયુકિત

જામનગર તા.૨૩ લઘુમતીઅ ોના કલ્‍યાણ માટે પ્રધાનમંત્રી દ્વારા રચવામાં આવેલ ૧૫ મુદ્દા કાર્યક્રમમાં અમલીકરણ માટે જીલ્લા સ્‍તરીય જામનગરની સમિતિમાં ત્રણ બિન-સરકારી સભ્‍ય તરીકે નગરના ત્રણ સમાજના આગેવાનોને નિયુકિત આપવામાં  આવી છે. આ સમિતિને મહત્‍વનો ઉદ્દેશ એ રહેશે કે ભારત સરકાર દ્વારા લઘુમતીઓના કલ્‍યાણ માટે જે જે ૧૫ મુદ્દા કાર્યક્રમો રચવામાં આવ્‍યા છે થતેનો અસરકારક રીતે અમલીકરણ થાય મહત્‍વની મનાતી આ સમિતિમાં અધ્‍યક્ષ પદે જામનગરના જિલ્‍લ કલેકટરશ્રી રહેશે જયારે સહઅધ્‍યક્ષ તરીકે જિલ્‍લા વિકાસ અધિકારીની રહેશે.
૨૭ સભ્‍યોની બનેલી આ સમિતિમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સાસંદશ્રી પૂનમબેન માડમ ધારાસભ્‍યોશ્રી રાઘવજી પટેલ (કૃષિમંત્રી) આર.સી.ફળદુ઼ ધર્મેન્‍દ્રસિંહ જાડેજા(હકુભા) પ્રવીણભાઇ મુછડીયા, ચિરાગભાઇ કાલરીયા, જિલ્‍લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, ઉપરાંત રાજય સભાના સાંસદશ્રી લાલસિંહ વડોદરીયા જેવા પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના સમાવેશ છે આ ઉપરાંત સભ્‍યોમાં જામનગરના જિલ્‍લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું. તેમજ જિલ્લા શિક્ષણાધિકારી જિલ્‍લા પંચાયતના રોજગાર અધિકારી જિલ્‍લાના શિક્ષણ અધિકારી.લીડ બેંકના અધિકારી જિલ્‍લા ઉદ્યોગ મેનેજર જામનગરના ચીફ ઓફિસર ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી સરકારી કોલેજના પ્રતિનિધિ આઇટીઆઇના પ્રિન્‍સિપાલ તેમજ વિકસતી જાતિના જિલ્‍લા નાયબ નિયામકનો પણ સમાવેશ છે.
આ સમિતિમાં બિન સરકારી સભ્‍યો તરીકે જામનગરના પિયુષભાઇ રમેશચંદ્ર પારેખ, યુનુસ જુસબભાઇ સમા, મનજીતસિંઘ મોહનસિંઘ ઉપાલનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે. મુખ્‍યત્‍વે ભારત સરકાર દ્વારા લઘુમતીઓના કલ્‍યાણના માટે પ્રધાનમંત્રીશ્રી દ્વારા ૧૫ મુદ્દાઓ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્‍યો છે. આ યોજનાનું પાલન આ અસરકારક રીતે થાય તેવા હેતુ સાથે તમામ જિલ્‍લામાં જીલ્લા સ્‍તરીય સમિતિઓનું ગઠન કરવામાં આવ્‍યું છે અને તેમાં બિન સરકારી સભ્‍ય તરીકે જામનગરના ૩ વ્‍યકિતઓની નિમણૂક કરવામાં આવી છે એ બાબત વિશેષરૂપ છે.
ભારતીય જનતા પાર્ટી શહેર અધ્‍યક્ષ ડો. વિમલભાઇ કગથરા, સાંૅસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી ધારાસભ્‍ય આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી ધારાસભ્‍ય ધર્મેન્‍દ્રસિંહ જાડેજા(હકુભા), મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી પ્રકાશભાઇ બામભણીયા વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ. ડે.મેયર તપન પરમાર, સ્‍ટે. કમિટી ચેરમેન મનીષભાઇ કટારીયા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, દંડક કેતન ગોશરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, કોર્પોરેટરો, પક્ષના હોદ્દેદારો, શિક્ષણ સમિતિના સભ્‍યો સહીત કાર્યકરોએ આ નિમણૂંકને આવકારેલ છે. ભારતીય જનતા પાર્ટી મીડીયા વિભાગના ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

 

(1:05 pm IST)