Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જુનાગઢ, જેતપુર તથા મોટી મારડમાંથી બાઇકની ઉઠાંતરી કરનાર નિલેશ નકુમ પકડાયો

ગોંડલમાંથી ચોરાઉ બાઇક સાથે રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી લીધા બાદ અન્‍ય ૩ બાઇક ચોરીનો ભેદ ખુલ્‍યો

તસ્‍વીરમાં ચોરાઉ બાઇક સાથે પકડાયેલ શખ્‍સ નજરે પડે છે.
રાજકોટ, તા., ૨૪: ગોંડલમાંથી ચોરાઉ બાઇક સાથે એક શખ્‍સને રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી લઇ પુછતાછ કરતા અન્‍ય ૩ બાઇક ચોરીનો ભેદ ખુલ્‍યો હતો.
મિલ્‍કત વિરૂધ્‍ધના ગુન્‍હાઓ શોધી કાઢવા એસપી જયપાલસિંહ રાઠોડે આપેલ  સુચના અન્‍વયે રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ વી.વી.ઓડેદરા તથા પીએસઆઇ એસ.જે.રાણાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડ કોન્‍સ્‍ટેબલ અનિલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા તથા પો.કો. પ્રહલાદસિંહ રાઠોડને મળેલ બાતમી આધારે ગોંડલ તાલુકા શાળાના પટમાંથી નિલેશ નરપતભાઇ નકુમ (રહે. તાલુકા શાળાનો પટ, ગોંડલ, મૂળ જામનગર, કાલાવાડ નાકા પાસે)ને ચોરાઉ  બાઇક સાથે પકડી પાડી પુછતાછ કરત તેની પસે રહેલ બાઇક તથા અન્‍ય ૩ બાઇક ચોરી કર્યાની કબુલાત આપી હતી.
પકડાયેલ નિલેશે પોલીસ પુછતાછમાં ૮ દિ' પહેલા જુનાગઢ બસ સ્‍ટેશન પાછળ, હોસ્‍પીટલ પાસેથી, હોન્‍ડા નં. જી.જે. ૧૧-એએલ ૬૯૬૯ તથા જુનાગઢ સંતુર હોટલવાળી ગલીમાંથી હોન્‍ડા સપ્‍લેન્‍ડર ચોરી કરી વંથલી રોડ પર બિન વારસ મુકી દીધાની કબુલાત આપી હતી. તેમજ ર૦ દિ' પુર્વે જેતપુર બસ સ્‍ટેશનની આગળ જુનાગઢ  રોડ પરની સોસાયટીમાંથી હિરો - હોન્‍ડ પ્‍લસ નંબર જી.જે. ૦૩- સીબી ૪૩૪૭ તથા પાંૅચ દિ' પુર્વે મોટી મારડ ગામે નવા બસ સ્‍ટેન્‍ડ પાસેથી હોન્‍ડા સપ્‍લેન્‍ડર પ્‍લસ નં. જીજે ૦૩-બીકે-૬૭૭પ ચોરી કર્યાની કબુલત આપી હતી.ે
આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચના એએસઆઇ મહેશભઇ જાની તથા ભાવેશભાઇ મકવાણા સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

 

(1:10 pm IST)