Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જામનગર જિલ્લાના ધ્રોલ માં આવેલી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયમાં ૧૦૦ છાત્રાઓને ફૂડ પોઈઝીગ થતા સારવારમાં

( સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૩

      જામનગર જિલ્લાના ધ્રોલ માં આવેલી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયમાં ૧૦૦ છાત્રાઓને ફૂડ  પોઈઝીગ થતા સારવારમાં ખસેડવામાં આવતા દોડધામ મચી ગઇ છે.

       પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલ માં આવેલ જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયમાં આજે બપોરે એક સાથે સો જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા તાત્કાલિક ધ્રોલ ની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયેલ છે ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સારવારમાં ખસેડેલ છે.

(4:41 pm IST)