Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

કચ્‍છમાં 10 એકરમાં ફેલાય અને રૂ. 40 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલ શાકમાર્કેટનુ લોકાર્પણ કરાયુ : ખેડૂતોને શાકમાર્કેટનો સીધો ફાયદો થશે

લોકોને શાકમાર્કેટમાં થતી ટ્રાફિકજામની સમસ્‍યાથી મળશે છુટકારો : જિલ્‍લાની સૌથી મોટી જથ્‍થાબંધ શાકમાર્કેટની અંદર ચારે તરફ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્‍યા

અંજારઃ કચ્‍છ જિલ્‍લાની સૌથી મોટી જથ્‍થાબંધ શાકમાર્કેટનું અંજાર ખાતે લોકાર્પણ કરવામાં આવ્‍યુ છે. 10.5 એકરમાં અને રૂ.40 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ વેજીટેબલ એન્‍ડ ફ્રુટ માર્કેટયાર્ડ સંકુલને આધુનિક સુવીધાથી સજ્જ કરવામાં આવી છે. જેમાં માર્કેટનાં ફરતે તમામ કામગીરી પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા ગેઠવવામાં આવ્‍યા છે. તેમજ પાણી માટે ખાસ બોર રાખવામાં આવ્‍યો છે. અને વાહનધારકોને અલાયદી પાર્કિંગ સુવીધા પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે.

10.5 એકરમાં અને રૂ. 40 કરોડના ખર્ચે આકાર પામેલા નવા વેજીટેબલ એન્ડ ફ્રુટ માર્કેટયાર્ડ સંકુલનું લોકાર્પણ થયું હતું. ઐતિહાસિક શહેર અંજાર ખાતે આકાર પામેલા શાકભાજી માર્કેટ યાર્ડનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સહકાર વિભાગના પ્રધાન જગદીશ પંચાલના હસ્તે માર્કેટ યાર્ડના શેડ હોલનું નામ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી તરીકે રાખવામાં આવ્યું હતું. 10.5 એકરમાં અને રૂ. 40 કરોડના ખર્ચે આકાર પામેલા નવા વેજીટેબલ એન્ડ ફ્રુટ માર્કેટયાર્ડ સંકુલનો લાભ સ્થાનિક વેપારીઓની સાથે સાથે સમગ્ર ગુજરાતના જથ્થાબંધ વેપારીઓ પણ લાભ લઇ શકશે. જે કચ્છ માટે ઐતિહાસિક બની રહેશે.

અંજાર ખાતે આકાર પામેલા શાકભાજી માર્કેટ યાર્ડનું લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, એ.પી.એમ.સી. ચેરમેન ભુજ, કચ્છજિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ તથા એ.પી.એમ.સી. અંજારના ચેરમેન તથા અમૂલ ફેડરેશન ગુજરાતના વાઈસ ચેરમેન વલમજી હુંબલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અત્યાધુનિક ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડમાં અંજાર સહિતના અન્ય વિસ્તારમાંથી શાકભાજી, ફળફળાદી વગેરેની મોટા પ્રમાણમાં આવક થશે. આ માર્કેટયાર્ડનો સીધો જ લાભ ખેડૂતોને મળશે. સબ માર્કેટયાર્ડમાં ફરતી પાકી બાઉન્ડ્રી, મીઠા પાણીનો બોર, 200 દુકાનો અને ગોડાઉનો, અદ્યતન 25000 સ્કે. ફૂટનો વિશાળ ઓક્શન શેડ, પાર્કિંગ માટે આધુનિક બેઝમેન્ટ, સી.સી.રોડ, સોલાર લાઈટ્સ, સીસીટીવી કેમેરા, ટોયલેટ બ્લોક, કેન્ટિન, અદ્યતન વિશાળ મેઈન ગેટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

આ અદ્યતન સબ માર્કેટયાર્ડનું નિર્માણ કુલ રૂ. 40 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર તરફથી રૂ. 5.67 કરોડની સહાય આપવામાં આવી છે. રાજ્યમંત્રી જગદીશ પંચાલના હસ્તે રૂ.1.50 કરોડનો ચેક બજાર સમિતિને આ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યો હતો. ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ સંચાલિત અદ્યતન શાકભાજી સબ માર્કેટ યાર્ડ વેપારીઓની સાથે ખેડૂતોને પણ વધુ ફળદાયી બની જશે. અહીંના સંકુલ ખાતે નવા 25 હજાર સ્કવેર ફુટના સેડથી જૂની શાકમાર્કેટમાં થતી ટ્રાફિકજામની સમસ્યાથી હવે છુટકારો મળશે જેનો સીધો ફાયદો વેપારીઓ અને ખેડૂતોને સમય અને શક્તિના બચાવ થકી થશે. જિલ્લાની સૌથી મોટી જથ્થાબંધ શાકમાર્કેટ ધરાવતી અંજાર માર્કેટ હવે વિકાસનો નવો આયામ બની રહેશે.

નવ નિર્મિત માર્કેટયાર્ડથી સમગ્ર કચ્છની સાથે ગુજરાતનાં વેપારીઓ પણ હોલસેલ ભાવે માલ ખરીદ કરી શકશે. જેનો સીધો ફાયદો ખેડૂતોને પણ સારા ભાવ મળવાથી થશે. આ માટે લાભકર્તાઓની સવલત માટે અહીં 100 સ્કેવર ફુટનો નવો સેડ બનાવવામાં આવ્યો છે. જેના કારણે ટ્રાફિકજામની સમસ્યાથી છુટકારો મળશે અને મોટા વાહનો સીધા સેડ પર આવી જવાથી તેમાનો માલ નાના વાહનોમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સરળ બનશે. તમામ કામગીરી પર નજર રાખવા સંકુલની ચારે તરફ CCTV કેમેંરા લગાડવામાં આવ્યા છે. તેવી જ રીતે પાણી માટે ખાસ બોર બનાવવામાં આવ્યો છે. વિશાળ સંકુલના કારણે વાહનધારકોને અલાયદી પાર્કિંગ સુબીધા પણ ઉપલબ્ધ બની રહેશે.

અંજાર શહેર ખાતેના આ નવા શાકભાજી માર્કેટ યાર્ડના નિર્માણ વિશે વાત કરતા APMCના ચેરમેન વલમજી હૂંબલે જણાવ્યું કે ખેડૂતોના હિત માટે આ સંકુલ ના માત્ર કચ્છના વેપારીઓ માટે પરંતુ સમગ્ર ગુજરાતના વેપારીઓ તેમાં માલ ખરીદ કરી શકશે. હાલ 200 દુકાનો અને ગોડાઉન માટે અમદાવાદ, રાજકોટ અને પાલનપુરના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ગોડાઉન બુક કરાવવામાં આવ્યા છે. તેને લઈ ખેડૂત વર્ગને પાકના પૂરતા પ્રમાણમાં સારા ભાવ મળી રહેશે.

કેરી, દાડમ અને ખારેક માટે પ્રોસેસિંગ પ્લાન્ટ બનશે ઉપરાંત કચ્છમાં ફળના વેપારની વાત કરવામાં આવે તો અહીંની કેરી, દાડમ અને ખારેકનું વેંચાણ મોટાપાયે થાય છે. જે જિલ્લાભરના 80 ટકાનું પ્રમાણ અહીં રહેલું છે. જેને ધ્યાને લઇ સરહદ ડેરી દ્વારા આગામી પ્રોજેકટ હેઠળ અંજાર વિસ્તારમાં નવો પ્રોસેસિંગ પ્લાન્ટ પણ અમલમાં આવશે. જે ખેડૂતોને પાકના ઉત્પાદન બાદ સંગ્રહમાં ઉપયોગી નીવડશે. આ માટેની કામગીરી હાલ કાર્યરત હોવાનું વલમજી હુંબલે જણાવ્યું હતું.

(5:21 pm IST)