Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

મોરબી જિલ્લામાં દારૂબંધી કાગળો પર : એક દિવસમાં 11 સ્થળોએથી દેશી દારૂ વેંચતા શખ્શો ઝડપાયા.

મોરબી : ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રોજ બરોજ દારૂ અંગેના કેસ નોંધાઇ રહ્યા છે. મોરબી જિલ્લામાં દેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જીલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે. જ્યાં તાજેતરમાં 11 સ્થળોએ દેશી દારૂ વેંચતા શખ્શો ઝડપાયા છે.

પ્રથમ કિસ્સામાં મોરબીમાં આરોપી લખધીરસિંહ ઉર્ફે પાંડુ ઉર્ફે કાનભા કીરીટસિંહ પરમાર મોરબી રાજકૉટ હાઈવે રોડ રાજપર ચોકડી પાસે જાહેરમા કેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લા.ની કોથળીઓ નંગ-૩૦ દેશી દારૂ લી.૦૬ કિ.રૂ.૧૨૦  નો મુદામાલ વેચાણ કરવા અર્થે રાખી હાજર મળી આવ્યો હતો.

  બીજા કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી વિનુબેન દિનેશભાઇ અદગામા  ત્રાજપર ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાં કેફી પ્રવાહિ દેશી પીવાનો દારૂની ૨૫૦ મી.લીની કોથળીઓ નંગ-૨૪ દારૂ લીટર-૦૬  કીંમત રૂપીયા ૧૨૦/- નો પોતાના કબ્જામાં રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવી હતી.

ત્રીજા કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી નિતાબેન અશોકભાઇ સનુરા ત્રાજપર ઓરીએંટલ બેંક વાળી શેરી પાસે દેશી પીવાનો દારૂ ભરેલ આશરે ૨૫૦ મી.લી ની પ્લાટ. ની કોથળી નંગ-૧૬ દારૂ લીટર-૦૪ કી.રૂ.૮૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી. ચોથા કિસ્સામાં મોરબીમાં આરોપી ઇરફાનભાઇ ઉર્ફે ટમો ઇબ્રાહીમભાઇ સૈયદકાદરી  નવલખી ફાટક પાસે વેચાણ કરવાના ઇરાદે દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી દારૂ લીટર-૦૬ કી.રૂ.૧૨૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો.
પાંચમા કિસ્સામાં મોરબીમાં આરોપી તુલશીભાઈ રણછોડભાઈ પરમાર લીલાપર રોડ ઉપર વિલસન પેપર મીલ સામે ત્રીદેવનગર પાસે કેફી પ્રવાહી દેશી પીવાના દારૂની ૫ લીટરની ક્ષમતા વાળી કોથળી નંગ-૦૧ દેશીદારૂ લી-૦૫ કિ.રૂ.૧૦૦/-નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. છઠ્ઠા કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી ભાનુબેન ભરતભાઇ પીપળીયા જીકીયારી ગામ ડેમ સાઇડ વિસ્તારમાં પ્લાસ્ટીકના બાચકામા કેફી પ્રવાહી ૨૦૦ મીલીના માપની કોથળી નંગ-૨૫ દેશીદારૂ જેવુ કેફી પ્રવાહી લી-૦૫ કિ.રૂ.૧૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી  રેઇડ દરમ્યાન મળી આવી હતી.
સાતમા કિસ્સામાં માળીયામાં આરોપી રફીકભાઇ હાજીભાઇ જામ વાડા વિસ્તાર જુના રેલ્વે સ્ટેશન પાસે પોતાના કબ્જામા કેફી પ્રવાહી દેશી દારૂ લી-૦૭ કિ.રૂ.૧૪૦/-નો રાખી મળી આવ્યો હતો. આઠમા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી દીનેશભાઇ સોંડાભાઇ સીતાપરા સીંધાવદર કેનાલ કાઠે પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૦૩ કી. રૂ.૬૦/- રાખી વેચાણ કરતો મળી આવ્યો હતો.
નવમા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી મહેશભાઇ ધનજીભાઇ પરમાર  રાતાવિરડા ગામની સીમમાં આવેલ કલર નામના કારખાના પાસે પોતાના કબજામાં દેશી દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ કોથળી નંગ.૪૮ દેશી દારૂ લીટર ૧ર કી.રૂા.ર૪૦/-રાખી વેચાણ કરતો મળી આવ્યો હતો. દસમા કિસ્સામાં ટંકારામાં આરોપી મીલનભાઇ માવજીભાઇ કાતરોડીયા વીરપર ગામે પ્લોટ વિસ્તાર માં હોકડા પાસે  દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે પોતાના કબજા મા એક પ્લા.ના કોથળામા દેશી દારુ આશરે લીટર ૦૮ કિ.રૂ. ૧૬૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી જાહેરમાંથી મળી આવ્યો હતો.
અગિયારમા કિસ્સામાં હળવદમાં આરોપી રાહુલભાઇ કેશાભાઇ દેથરિયા જી.આઇ.ડી.સી વિસ્તારરોડ ઉપર જાહેરમાં  દેશી પીવાનો દારૂ લીટર ૧૫ કિ.રૂ ૩૦૦/- નો મુદામાલ પોતાના કબ્જામાં રાખી મળી આવ્યો હતો.  આ 11 કિસ્સામાં પોલીસે પ્રોહીકલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:55 pm IST)