Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જૂનાગઢ અને મોટીમારડ ગામમાંથી બે બાઈકની ચોરી કરનાર શખ્સ ગોંડલમાંથી ઝડપાયો

તાલુકા શાળાના પટમાં રહેતા શખ્સને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો

ગોંડલ : જૂનાગઢ અને મોટીમારડ ગામમાં તાજેતરમાં જ બે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઈકની ચોરી થવા પામી હતી. ચોરીના બનાવ અંગે રાજકોટ એલસીબી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોય બાતમીના આધારે ગોંડલ તાલુકા શાળાના પટમાં રહેતા શખ્સને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

  પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી પીઆઇ વીવી ઓડેદરા, પીએસઆઇ રાણા તેમજ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદ સિંહ રાઠોડ સહિતનાઓએ બાતમીના આધારે ગોંડલ તાલુકા શાળાના પટમાં દરોડો પાડી ચોરીના બાઈક ના મુદ્દામાલ રૂ. 50000 સાથે નિલેશ નરપત ભાઈ નકુમ ઉંમર વર્ષ 28 ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

(10:00 pm IST)