Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મોરબીમાં ઘડીયાળના કારખાનામાં ચોરી મામલે બે ઝડપાયા

લાતીપ્લોટમાં ઘડિયાળના કારખાનામાંથી રૂપિયા ૪૬ હજારના મુમેન્ટની ચોરી થઈ હતી : મુદામાલ રિકવર

મોરબીના લાતીપ્લોટમાં ઘડિયાળના કારખાનામાંથી રૂપિયા ૪૬ હજારના મુમેન્ટની ચોરી થઈ હતી જેમાં એ ડીવીઝન પોલીસ ચોરી મામલે બે આરોપી સાથે ચોરીમાં ગયેલ મુદામાલ પણ રીકવર કર્યો છે

બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તથા નાયબ dysp રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પી.આઈ.બી.પી.સોનારાની સુચનાથી મિલ્કત સબંધી ગુન્હા શોધી કાઢવા માટે એ ડીવીઝન ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બુધવાર રાત્રીના ના સમયે મોરબી લાતીપ્લોટ શેરીનં.3 ફેના કલોક કારખાનામા ઘડિયાળ ના મુમેન્ટના નંગ-૮૦૦૦ જેની કીમત રૂપિયા ૪૬૦૦૦ ની ચોરી થયેલ હોય જે બાબતે પો.કોન્સ સમરતસીંહ ઝાલા તેમજ ચકુભાઇ કરોતરા ને બાતમી મળી હતી કે જયદીપસિંહ ઉર્ફે જયરાજસિંહ લખુભા જાડેજા ઉ.વ.૨૮ ધંધો.મજુરી રહે.મોરબી શકતશનાળા તથા (૨) શકીલભાઇ સતારભાઇ કાદરી ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.મોરબી જોશનગર શેરીન,૧૧ વાળા કાર્ટૂન સાથે લાતીપ્લોટમાં શકાસ્પદ હાલતમાં હેરફેર કરતા મળી આવતા આરોપીઓની પુછપરછ કરતા ચોરીના કારટુંન કબુલાત આપતા ચોરીમાં ગયેલ મુદામાલના કિ.રૂ.૪૬૦૦૦ કબ્જે કરી સીટી એ ડીવિઝન પોલીસ મથકનો ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ છે.ઝડપાયેલ આરોપી જયદીપસિંહ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો છે
આ કામગીરીમાં પી.આઈ. બી.પી.સોનારા, પી.એસ.આઈ. આર.પી.જાડેજા,પો.હેડકોન્સ. રામભાઇ મંઢ, મહાવીરસિંહ પરમાર ,કિશોરભાઇ મિયાત્રા ,પો.કોન્સ.ભાનુભાઇ બાલાસરા ,ચકુભાઇ કરોતરા ,સમરતસિંહ ઝાલા , ભાવેશભાઇ મિયાત્રા , સંજયભાઇ બાલાસરા , આશીફભાઇ રાઉમા , ભરતભાઇ હુંબલ અને બિપીનભાઇ શેરશીયા સહિતની ટીમ હતી

(9:29 am IST)