Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મોરબી : રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકને છ વર્ષના બાળકને હડફેટે લેતા મોત

ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી નાસી ગયો

મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકને છ વર્ષના બાળકને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થયો હતો આ અગે તાલુકા પોલીસે નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકના ભડિયાદ રોડ પર રેહતા મુકેશભાઈ મેડા એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે ગઈકાલે બપોરના સમયે તેનો પુત્ર રાજેશ ઉ.વ.૬ વાળો સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે જી.જે.૦૩ એ.ઝેડ ગફલતભરી રીતે ડમ્પર ચલાવી તેના પુત્રને હડફેટે લેતા તે ગંભીર રીતે ઘાયલ થતા તેનું મોત નીપજ્યું હતું ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકી નાસી ગયો હતો આ આગે તાલુકા પોલીસ ગુનો નોધી ડમ્પર ચાલક ઝડપવા કાયદેસરની કાર્યવાહી કરી છે

(1:03 am IST)