Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ભુજની સરકારી કચેરીમાં સગીરાની છેડતીથી ચકચાર

(ભુજ) કચ્છના જિલ્લા મથક ભુજમાં સરકારી કચેરીમાં સગીરાની છેડતી ના બનાવે ચકચાર સર્જી છે. આ બનાવ ભુજની લેન્ડ્સ રેકર્ડ કચેરીમાં સર્વે ભવન મધ્યે બન્યો હતો. અહી ટિફિન સેવા માટે આવેલી સગીરાની કચેરીમાં આવેલ અરજદાર દ્વારા છેડતી કરાઈ હતી. સગીરાને પાછળથી બાથ ભરી લઈ છેડતી કરાઈ હતી. જોકે, સગીરાએ બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્યા હતા. દરમ્યાન ૧૭ વર્ષીય સગીરાની માતાએ આ બનાવ અંગે ભુજમાં જમીન મકાનનો વ્યવસાય કરતાં યુનુસ અબ્દુલ લતીફ ચાકી સામે ફોજદારી ફરિયાદ કરી છે.

(9:38 am IST)