Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

બગસરા નગરપાલિકાની સામાન્ય સભામાં વેરા વધારાને હાલ મોકૂફ રાખવામાં આવતા લોકોને હાશકારો

(દર્શન ઠાકર-સમીર વિરાણી દ્વારા)બગસરા,તા.૨૪: બગસરા નગરપાલિકાની આજે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં અનેક વિકાસના કામો ને મંજુર કરવામાં આવ્યા હતા તેમજ વેરા વધારાના નિર્ણય અને મોકૂફ જાહેર કરવામાં આવ્યો હતો.

બગસરા નગરપાલિકાની સામાન્ય સભા આજે મેદ્યાણી ટાઉનહોલ ખાતે બોલાવવામાં આવી હતી જેમાં શાસક પક્ષ દ્વારા ૧૪ મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં શહેરના ૧૪મા અને ૧૫ મા નાણાપંચ અંતર્ગત ની ગ્રાન્ટ માંથી વિવિધ વિકાસના કામોને મંજૂરી કરવામાં આવ્યા હતા તેમજ સફાઈ કામદારોની ભરતી કરવા બાબતે, ભૂગર્ભગટર યોજના અંતર્ગત નિયમો બનાવવા સહિતના શહેરની અનેક બાબતો વિશે ચર્ચા કરવામાં આવી હતી. વિરોધ પક્ષના દંડક અનિલભાઈ શેખ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને પણ સમાવી લઇ તે આ બાબતે દ્યટતું કરવાની પણ શાસક પક્ષ દ્વારા ખાતરી આપવામાં એજન્ડામાં રહેલ સ્ટ્રીટ લાઇટ વેરા માં વધારો તથા પાણી વેરા ફી વધારાની દરખાસ્તને હાલ મોકૂફ રાખવામાં આવી હતી આ બાબતે પાલિકાના ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા દ્વારા કોરોના મહામારીમાં લોકોને રોજગારી ના પ્રશ્નો ધીમે ધીમે થાળે પડી રહ્યા છે ત્યારે હાલ આ વેરાવધારો જનહિતમાં મોકૂફ રાખેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. વેરા વધારો મોકુફ રહેતા બગસરાના લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો તેમજ મંજૂર થયેલા વિકાસના કામો ઝડપભેર શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

(10:31 am IST)