Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

વિંછીયામાં ૨.૪૧ કરોડના ખર્ચે તાલુકા પંચાયતના બિલ્ડીંગનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૪ : વીંછિયા તાલુકામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના પ્રયત્નોથી વિવિધ વિકાસ કર્યો ચાલુ જ હોય છે ત્યારે વીંછીયાના વિકાસમાં વધુ એક લોક ઉપયોગી તાલુકા પંચાયતના બિલ્ડીંગનું ખાતમુર્હુત મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે થયું હતું.

ગામડાના લોકોને તમામ યોજના માં ઉપયોગી ર્ડાયૂમેન્ટ્સ જેવા કે આવકનો દાખલો, જાતીનો દાખલો સહિત ના આધાર પુરાવા મેળવવા માટે લોકોને આ નવા બિલ્ડિંગ ખાતેથી સરળતાથી મળી રહેશે. આ સમારોહમાં પ્રાંત અધિકારી પ્રિયાંકુમર ગલચર , તાલુકા વિકાસ અધિકારી સોલંકી, રાજકોટ જીલ્લા પંચાય ઉપ પ્રમુખ સવિતાબેન નાથાભાઈ વાસાણી,રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ હરેશભાઇ હેરભા કડુકા વાળા , રાજકોટ જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ ખોડાભાઈ ખસિયા, વીંછીયા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાંકળિયા, મહામંત્રી હનુભાઈ ડેરવાળીયા, અંજનભાઈ ધોળકિયા, વીંછીયા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ કડવાભાઈ જોગરજીયા, સરપંચ ચતુરભાઈ રાજપરા, ભુપતભાઇ રોજાસરા ,સી. કે ભડાણીયા, દેવાભાઈ રાજપરા,વલ્લભભાઈ ઝાપડીયા, અરવિંદભાઈ રાજપરા , રાજુભાઈ ચાવડા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વીંછિયા ખાતે નવું બનનાર તાલુકા પંચાયત બિલ્ડિંગમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન વગેરે દરેક હોદેદારોની અલગ અલગ ચેમ્બર, ઉપરાંત મીટીંગ હોલ, સરકારની વિવિધ યોજનાની કામગીરી માટે કર્મચારીઓના રૂમ , ટીડીઓ અને એટિડીઓ ચેમ્બર, ટોઇલેટ, બાથરૂમ સહિત નવા બિલ્ડિંગમાં અદ્યતન સુવિધા ઉપલબ્ધ બનશે. તા. ૧૮-૦૬-૨૦૨૨ સુધીમાં આ બિલ્ડિંગનું કામ પૂર્ણ થશે.

(10:32 am IST)