Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યતિથીએ ૧૫ જગ્યાએ સર્વરોગ નિદાન-રકતદાન કેમ્પ

જયેશભાઇ રાદડીયાની રકતતુલા કરાશેઃ જામકંડોરણા, જેતપુર, રાજકોટ, ટંકારા, ઉપલેટા, જસદણ, જુનાગઢ, ધોરાજી, ગોંડલ સહીતના શહેરોમાં ગુરૂવારે આયોજન

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા, તા., ર૪: સૌરાષ્ટ્રના છોટે સરદાર ગણાતા સહકારી ક્ષેત્રના અગ્રણી, ગરીબોના બેલી અને ખેડુતોના મસીહા સ્વ. વિઠલભાઇ રાદડીયાની દ્વિતીય વાર્ષિક પુણ્યતીથી નિમીતે તા.ર૯ને ગુરૂવારે રાજકોટ જીલ્લો તેમજ સૌરાષ્ટ્રના અનેક શહેરો ગામોમાં મેગા સર્વરોગ નિદાન કેમ્પ, મહારકતદાન કેમ્પ તથા ફ્રી કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

જામકંડોરણા કન્યા વિદ્યાલય ખાતે તા.ર૯ને ગુરૂવારના રોજ સવારના ૯ થી સાંજના પ વાગ્યા સુધી શ્રી વિઠલભાઇ રાદડીયા ચેરીટેબલ ટ્રસ્ટ જામકંડોરણા તથા ખોડલધામ સમીતી, ખોડલધામ યુવા સમીતી, ખોડલધામ મહિલા સમીતી દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પને ચેતનાબેન રાડીયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તથા જીલ્લા બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયા સહીતના આગેવાનો હાજરી આપશે.

જેતપુર ખાતે સીટી કાઉન્સીલ ઓફ જેતપુર તથા રાહત સમીતી અને ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન જેતપુર દ્વારા તા.ર૯ને ગુરૂવારે સવારે ૯ થી પ વાગ્યા સુધી લેઉવા પટેલ સમાજ ભવન અને પાર્ટી પ્લોટ, ધોરાજી રોડ જેતપુર ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

ઉપલેટા ખાતે ઉપલેટા શહેર તાલુકા સરકારી પરીવાર દ્વારા તા.ર૯ને ગુરૂવારે સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધી શ્રી લેઉવા પટેલ સમાજ, શહીદ અર્જુન રોડ, ઉપલેટા ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

જસદણ ખાતે એ.પી.એમ.સી. જસદણ તથા જસદણ તાલુકા અને વિંછીયા તાલુકા સહકારી પરીવાર દ્વારા તા. ર૯ને ગુરૂવારે બપોરના ર થી સાંજના પ વાગ્યા સુધી નવા માર્કેટ યાર્ડ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

ગોંડલ ખાતે ગોંડલ શહેર તથા તાલુકાની સામાજીક સંસ્થાઓ દ્વારા તા.ર૯ને ગુરૂવારે સવારે ૭ થી સાંજે ૮ વાગ્યા સુધી પટેલ વાડી જેલચોક ગોંડલ ખાતે મહારકતદાન કમ્પનું આયોજન કરવામાં છે.

ધોરાજી ખાતે ખોડલધામ સમિતિ દ્વારા તા. ર૯ ને ગુરૂવારે સવારે ૮ થી બપોરના ૧ વાગ્યા સુધી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

રાણપુર ખાતે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલના સહયોગથી તેમજ જયઅંબે મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ-ચાંપરડા ડો. આકાશ કોરાટ ડીમના સંયુકત ઉપક્રમે સવારે ૯.૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધી રાણપુર તા. ભેંસાણ જી. જુનાગઢ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

જુનાગઢ ખાતે રાદડીયા પરિવાર જુનાગઢ શહેર તથા બાપા સીતારામ ગ્રુપ જુનાગઢ દ્વારા તા. ર૯ ને ગુરૂવારે બપોરના ર થી સાંજે ૬ વાગ્યા સુધી કયાડા વાડી, લેઉવા પટેલ સમાજ, શાક માર્કેટ પાસે જોષીપરા જુનાગઢ ખાતે ફ્રી કોવિડ વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

અરડોઇ ખાતે પટેલ ગ્રુપ અરડોઇ, ગુંદાસરા, રાજગઢ, સોળીયા દ્વારા તા. ર૯ ને ગુરૂવારે સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધી લેઉવા પટેલ સમાજ અરડોઇ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ટંકારા ખાતે શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા તા. ર૯ ને ગુરૂવારે સવારે ૮ કલાકથી  રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ ખાતે રાજકોટ શહેર, રાજકોટ તાલુકા અને લોધિકા તાલુકા સહકારી પરિવાર દ્વારા તા. ર૯ ને ગુરૂવારે ૮ થી બપોરના ૧ વાગ્યા સુધી શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ, વાણીયા વાડી (પટેલવાડી) ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ ખાતે જામકંડોરણા તાલુકા પરિવાર દ્વારા તા. ર૯ ને ગુરૂવારે સવારે ૮ થી સાંજે ૩ વાગ્યા સુધી આલ્ફાવન, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

કાલાવડ ખાતે શ્રી સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા તા. ર૯ ને ગુરૂવારે સવારે ૮ થી બપોરે ૩.૩૦ વાગ્યા સુધી શ્રી લેઉવા પટેલ સમાજ કાલાવડ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

પડધરી ખાતે તાલુકા સહકારી પરિવાર દ્વારા તા. ર૯ ને ગુરૂવારે સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી કન્યા છાત્રાલય ખામટા તા. પડધરી ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

વડોદરા ખાતે તા. ર૯ ને ગુરૂવારે સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી સ્કાય ગાર્ડન પાર્ટી પ્લોટ, રામા સ્કાયની સામે, સમા સાવલી રોડ વડોદરા ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

બાયડ ખાતે જયઅંબે મંદબુધ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ, મુ. બાયડ તા. બાયડ, જયઅંબે મંદબુધ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ મુ. બાયડ તા. બાયડ, જી. અરવલ્લી દ્વારા તા. ર૯ ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે દિવ્યાંગજનો માટે સ્વરૂચિ તિથી ભોજનનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ જીલ્લા બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયાની અનેક સ્થાનો પર રકતતુલા કરવામાં આવશે.

આ કેમ્પને સફળ બનાવવા માટે આ તમામ સંસ્થાના અગ્રણીઓ તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

  • સાવજનું કાળજું પુસ્તકનું વિમોચન

સર્જક રવજીબાપા ગાબાણીના કલમે લખાયેલી આપણે બાંધી લીધેલી ધારણાઓને ધ્વસ્ત કરતી સ્વ. વિઠલભાઇ રાદડીયાના જીવન કવનની કેટલીક હૃદય સ્પર્શી કથાઓ એટલે 'સાવજનું કાળજું' પુસ્તકનું વિમોચન તા. ર૯ ને ગુરૂવારના રોજ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ રાદડીયા પરિવારની ઉપસ્થિતીમાં કરવામાં આવશે. 

(11:29 am IST)