Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી પૂ. ગોપાળાનંદ સ્વામી મહારાજના સાનિધ્યમાં ગુરૂપૂર્ણીમાની ઉજવણી

વાંકાનેર : તસ્વીરમાં સાળંગપુરમાં આજે વહેલી સવારે પ થી ૭ સુધી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું પૂજન કરતા શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી તેમજ સદ્ગુરૂદેવ સ્વામીશ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજશ્રીનું ગુરૂપૂજન કરતા શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી તેમજ આજે ગુરૂપૂર્ણિમાના દાદાને સુર્વણ વાઘાના અદ્ભુત શણગાર દર્શન, તથા વિવિધ જાતના પુષ્પોના અનોખા દિવ્ય શણગાર દર્શન આજે રાખવામાં આવેલ છે.

વાંકાનેર તા. ર૪ :.. બોટાદ જિલ્લાના જગ-વિખ્યાત સૌનું આસ્થાનું પ્રતિક એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દેવ મંદિર શ્રી કષ્ટ ભજનદેવ હનુમાનજી દેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજીત આજે તા. ર૪ મીના શનિવારના રોજ સવારે ગુરૂપૂર્ણીમાના પાવન પુણ્યશાળી અવસરે દાદાની મંગળા આરતી સવારે પ.૩૦ કલાકે થયેલ હતી તેમજ આજે પૂનમના રોજ દાદાને સુર્વણ વાઘોના અદ્ભુત શણગાર તેમજ અનોખા વિધ-વિધ જાતના પુષ્યોના શણગાર દર્શન, યોજાયેલ જે શણગાર આરતી, સવારના ૭ કલાકે પ.પૂ. શાસ્ત્રીજી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજીએ ઉતારેલ હતી, આ ઉપરાંત સવારના ૬.૩૦ થી ૭ દરમ્યાન પ.પૂ. સદ્ગુરૂદેવ સ્વામી શ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજ શ્રી ગુરૂપૂજન-દાદાનું પૂજન સહ સંતોએ કરેલ હતું. પ.પૂ. શાસ્ત્રીજી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી, કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી, સ્વામી શ્રી ડી. કે. સ્વામીજીએ દાદાનું પૂજન કરેલ હતું.

આજે પૂનમ અને શનિવારનો સંગમ હોય હજારો ભાવિકોએ દાદાના દર્શનનો સંતોના દર્શનનો લાભ લીધેલ હતો. શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજીદાદા કી જયના નારાથી મંદિર પરિસર ગુંજી રહેલ હતું. ગુરૂપુર્ણીમા ના પાવન પુણ્યશાળી પર્વ શાસ્ત્રીજી પ.પૂ. શ્રી હરિપ્રકાશદાસજીસ્વામીજીએ પોતાનું પ્રવચન આપતા કહેલ કે, પરમાત્મા પણ મનુષ્યરૂપે જયારે આવે છે ત્યારે એને પણ સારા સદ્ગુણોની જરૂર પડે છે, ભગવાન શ્રી રામજી આવ્યા વશિષ્ટને પોતાના ગુરૂ તરીકે સ્વીકાર્યા, ભગવાન કૃષ્ણ પધાર્યા એમણે ગંગાચાર્ય આદિરૂષિજીને પોતાના ગુરૂ તરીકે સ્વીકાર્યા હતાં.

આ પ્રસંગે કોઠારી સ્વામી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી, શ્રી સ્વામી ડી. કે. સ્વામીજી તથા સૌ પૂજય સંતો ચરણો હાજર રહેલ હતાં. ભકિતમયના દિવ્ય માહોલમાં ગુરૂપૂર્ણીમાની ઉજવણી સવારે પ થી ૮ દરમ્યાન થયેલ હતી.

(11:34 am IST)