Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ઉપલેટા રેઢીયાળ પશુઓનો ત્રાસ : તંત્ર નિષ્ક્રીય પરિવારના મોભીને ખૂંટીયાએ ઉછાળ્યો

(કૃષ્ણકાંત એચ ચોટાઈ દ્વારા) ઉપલેટા,તા. ૨૪:  રેઢીયાળ અને રખડતા પશુઓથી જાહેર જનતા હેરાનગતી ભોગવે છે. નગરપાલીકામાં અવાર-નવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. એક કરોડ ઉપરાંતના ખર્ચે એનીમલ હોસ્ટેલમાં રેઢીયાળ ગાયો અને ખુંટીયાને રાખવામાં આવતા નથી. તેનો ભોગ અવાર નવાર જનતા બની રહી છે. રોડ સાંઢની ઉપર અથડામણોથી વાહન ચાલકો, રાહદારીઓ, ઈજાગ્રસ્ત થાય છે. અને હાથપગ ફેકચર થાય છે. આ રેઢીયાળ ખુટીયાઓનો ભોગ ગરીબ પરીવારના શ્રમીક રફીકભાઈ કુરૈશી બનેલ છે. રફીકભાઈ ને નટવર રોડ ઉપર ચાલીને જતા હતા ત્યારે ખુટીયા દ્વારા પાછળથી ઢીંક મારી ઉછાળતા ડામર ઉપર પટકાયેલ હતા. અને ગંભીર ઈજાઓ સહિત બ્રેઈન હેમરેજ થયેલ છે. ત્યારે નગરપાલીકા દ્વારા રેઢીયાળ પશુઓને નિયંત્રીત કરવા શહેરીજનોની માંગ ઉઠવા પામેલ છે.

(11:35 am IST)