Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

કોડીનારમા કોંગ્રેસ સોશિયલ મિડીયા દ્વારા આવેદન

કોડીનાર : ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા  દ્વારા કોડીનાર ખાતે તાઉતે વાવાઝોડા મા ખેતીવાડીને થયેલ નુકશાનને સહાય મળવા અંગે મુખ્યમંત્રીને મામલતદાર મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતોને વહેલી તકે સહાય પુરી પાડવા માંગ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા સોશિયલ મીડિયાના પ્રમુખ ગૌતમભાઈ વાળા, શહેર કોંગ્રેસ પ્રમુખ કૌશિકભાઈ ઉપાધ્યાય, ગીરસોમનાથ જિલ્લા ના ઉપપ્રમુખ પિન્ટુ ભાઈ બારડ, જિલ્લાપંચાયત સદસ્ય મહિપતસિંહ ડોડીયા, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અસ્વીનભાઈ ચુડાસમા, મહેશભાઈ રામ,જશુભાઈ વંશ, ડાયાભાઇ વાઢેળ,કાળાભાઇ ચાવડા,નગર પાલિકા ના સદસ્ય રમેશભાઈ ચુડાસમા, મહેશભાઈ કામળિયા, ભરતભાઇ કાતીરા, કિસાન એકતા સમિતિના સુરપાલસિંહ બારડ, અજીતસિંહ ડોડિયા, તેમજ ગોવિંદભાઇ મોરી, જગુભાઈ મોરી, માલાભાઈ વાઢેળ, બાબુભાઇ વાંઝા, ભાવસિંહભાઈ ચૌહાણ, માંડણભાઈ વંશ, ધીરુભાઈ મોરી, પાલાભાઈ કામળિયા,હિરેનભાઈ વાળા,રણજીતસિંહ પરમાર વિગેરે કાર્યકરો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(11:39 am IST)