Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

સોમનાથના મહાદેવ મંદિરે શ્રાવણ મહિનાની તડામાર તૈયારી

આ વર્ષે સોમવારે પ્રારંભ અને વિરામ પણ સોમવારેઃ દરરોજ અલગ-અલગ શ્રૃંગાર દર્શન

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ, તા., ર૪ : બાર જયોર્તીલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે આગામી પવિત્ર શ્રાવણ માસની તડામાર તૈયારીઓનો પ્રારંભ થઇ ચુકયો છે. શ્રાવણ માસનો પ્રારંભ તા.૯-૮-ર૦ર૧ સોમવારથી થશે અને સમાપન તા.૬-૯-ર૧ સોમવારે થશે.

સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઇ લહેરીના કથન અનુસાર દેવોના દેવ મહાદેવ જયોતીલીંગ પ્રથમ એવા સોમનાથ દાદાની પૂજા-અર્ચના માટે શ્રાવણ માસ ઉતમ છે. સૌ શ્રધ્ધાળુઓને વિનંતી છે કે આ શ્રાવણ માસમાં આપણે પણ શંકર ભગવાનને પ્રસન્ન કરવા અને સર્વ માટે સુખ અને સ્વાસ્થ્યની પ્રાપ્તી માટે કોટી કોટી વંદન સાથે પ્રાર્થના કરીએ શ્રાવણ એટલે તહેવારોનો મહિનો આપણે વર્તમાન પરિસ્થિતિની મર્યાદાઓ ધ્યાને લઇને ઉજવણી સાથે આસ્થાને જોડીને સલામતી સાથે સંયમને જોડીને શ્રી સોમનાથ મહાદેવની ભકિત કરીશું.

કોરોનાની મહામારીથી બચવા માટે જે સાવચેતીઓ જરૂરી છે તે રાખીને મહત્તમ સંખ્યામાં દર્શન-પૂજા-યજ્ઞા દિનો લાભ લોકો લઇ શકે તે માટે સોમનાથ ટ્રસ્ટે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સોમનાથ ટ્રસ્ટ તરફથી તા. ૯-૮-ર૧ થી તા. ૬-૯-ર૧ સુધી સોમનાથ મહાદેવને તારીખવાર કયાં - કયાં દિવ્ય શણગાર કરાશે તેનું ર૯ દિવસનું લીસ્ટ પણ બહાર પડેલ છે.

ભગવાન ભોળાનાથને સવા લક્ષ બિલ્વ પૂજાઓ - ધજારોહણો યોજાશે અને શનિ-રવિ-સોમ તથા જાહેર પર્વો તહેવારના દિવસોમાં સોમનાથ મંદિર સવારે છ ને બદલે ચાર વાગ્યે ખુલી રાત્રે દસ વાગ્યે શણગાર દર્શન તારીખવાર યાદી સાથે સામેલ છે. 

(11:42 am IST)