Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગાંધીધામ ૧, અંજાર-ભચાઉ-જોડિયામાં અડધો ઈંચ

ગોંડલમાં સવારે જોરદાર ઝાપટુઃ અબડાસા, નખત્રાણા, ભૂજ, મુંદ્રામાં વરસાદી ઝાપટાઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બફારા સાથે મિશ્ર હવામાન

ગોંડલઃ ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવાયાર્ડમાં પણ વરસાદ વરસ્યો હતો (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા. ૨૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હોય તેમ વરસાદના જોરમાં સામાન્ય વધારો થયો અને ઝાપટાથી માંડીને ૧ ઈંચ વરસાદ પડયો છે.કચ્છના ગાંધીધામમાં કાલે રાત્રીના ૧ ઈંચ વરસાદ પડયો હતો જ્યારે અંજાર અને ભચાઉમાં અડધો ઈંચ વરસ્યો હતો.આ ઉપરાંત અબડાસા, નખત્રાણા, ભુજ, મુંદ્રામાં વરસાદી ઝાપટા પડયા છે.જ્યારે જામનગર જીલ્લાના જોડિયામાં અડધો ઈંચ વરસાદ આજે પડયો છે.

ગોંડલ

ગોંડલ શહેરમાં આજે જોરદાર વરસાદી ઝાપટુ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

(1:03 pm IST)