Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

સાવરકુંડલા બાયપાસનું કામ શરૂ કરવા કોઇ રાજકીય નેતા આગળ આવે

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૪ : સાવરકુંડલા નો બાય પાસ રોડ ક્યારે શરૂ થશે તેવી જનતા કાગડોળે રાહ જોઈ રહ્યું છે

વિવિધ રાજકીય પક્ષ વાળા ઓ ચૂંટણી ટાણે તો એવી મીઠી મીઠી વાતો કરી ને અને મોટી મોટી લોભ લાલચ આપી જનતા ને ભોળવી મતો લઈ પછી તમે કોણ અને અમે કોણ તેવું જોવા મળતું હોય છે તેવાત ખરે ખર સત્ય સાબિત ઠરી છે

સાવરકુંડલા નો બાય પાસ રોડ છેલ્લા ત્રણ વર્ષ થી કામ બંધ છે આ બાય પાસ શરૂ કરવા થી આજદી સુધી માં ૧૨ વર્ષ આસ પાસ જેવો સમય થવા આવેલ છે આ ૧૨ વર્ષ ના સમય ગાળા માં બે ધારાસભ્ય અને એક મિનિસ્ટર પણ સાવરકુંડલા માં પ્રતિનિધીત્વ કરી ચુક્યા છતાં પણ સાવરકુંડલા ના બાય પાસ રોડ શરૂ આજદી સુધીમાં કરવા માં આવેલ નથી છતાં પણ  ભાજપ. કૉંગ્રેસ. આમ આદમી પાર્ટી.એન સી પી વિગેરે વિવિધ રાજકિય પ્ર્રશ્નોે લોક પ્રતિનિધિ નો અને લોક સેવક નો દાવો ખુલ્લે આમ કરી રહ્યા છે અને શહેર ની જનતા બાય પાસ રોડ થી ત્રણ ત્રણ વર્ષ થી રીબાય છે તેની ઉપર સફેદ વસ્ત્ર ધારી ઓ ને સેજય દયા આવતી નથી

કા પછી બાયપાસ રોડ શરૂ કરવા માં વિવિધ રાજકીય પક્ષ ના આગેવાનો ટૂંકા પડતા હોય તેવું પણ લાગી રહ્યા છે

અથવા બાય પાસ રોડ શરૂ કરી જનતા ને સુવિધા થી વંચિત રાખવા નું નક્કી જ કર્યું હોય તેવા પણ તાલ જોવા મળી રહ્યા છે

લોકો નું હિત કરવું દરેક રાજકીય અગ્રણી અને પ્રતિ નિધિ ઓ ની નૈતિક ફરજહોય છે તે ફરજ નીભાવવા લોક સેવકો અને લોક પ્રતિનિધિ ઓ ઉણા ઉતરતા શુ વિધાન નડે તે નથી સમજાતું

આ બાય પાસ રોડ શરૂ કરવા માં વિવિધ રાજકીય  આગેવાનો તો બે હાથ જોડીને બેઠા છે પરંતુ સાથો સાથ સાવરકુંડલા શહેર ના પ્રતિષ્ઠિત અને સામાજિક અગ્રણી ઓ પણ કશું કરતા નથી અને ચેમ્બર ઓફ કોમર્સ પણ મેદાન માં આવે ને તો હાલ જે અધરો પ્રશ્નો છે તે પ્રશ્નોે એકદમ સરળ રીતે હાલ થઈ જાય તેમાં કોય શંકાને સ્થાન નથી

આ બાય પાસ રોડ બાબતે વિવિધ રાજકીય આગેવાનો હોય કે પ્રતિષ્ઠિત નાગરિક હોય કે સામાજિક આગેવાનો હોય મેદાન માં આવ્યા સિવાય કશું થશે નહીં એટલે જોવા નું એ છે કે સાવરકુંડલાના બાય પાસ રોડ ના સળગતા પ્રશ્નો  ને બુજવવા કોણ મેદાનમાં આવે છે તેવી ચર્ચા એ શહેર માં જોર પકડયું છે. 

(1:16 pm IST)