Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

આટકોટમાં ર.૭ કરોડનું એસ.ટી. બસ સ્ટોપ અને ર.પ કરોડની આયુર્વેદિક હોસ્પીટલ

શ્યામાપ્રસાદ મુખર્જી પ્રોજેકટ હેઠળ વિવિધ વિકાસ કાર્યોની જાહેરાત

રાજકોટ, તા.૨૦: જૂલાઇ – જસદણ તાલુકાના આટકોટ ગામે મંજૂર થયેલા અને પ્રગતિમાં રહેલા કામો અન્વયે આટકોટ-ગુંદાળા રોડ રૂ.પ.૯૫ કરોડના ખર્ચે, ઇમ્પ્રુવમેન્ટ ઓફ ગુંદાળા રોડ રૂ.૪૫ લાખના ખર્ચે બનશે.  આટકોટ ખાતે પશુઓની વિનામૂલ્યે સારવાર માટે ૧૯૬૨ મોબાઇલ દવાખાનાઓ ઉપલબ્ધ છે.

શ્યામાપ્રસાદ મુખર્જી પ્રોજેકટ અન્વયે આટકોટમાં નવી આંગણવાડી રૂ.૬.૮૭ લાખના ખર્ચે, એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇન-૩૦૦ રૂ.૧૧.૯૮ લાખના ખર્ચે, સંગ્રહ ગોડાઉન રૂ.૨૬.૫૭ લાખના ખર્ચે, ટીપર વાન રૂ.૯ લાખના ખર્ચે, ચેક ડેમની ઉંચાઇ વધારવાનું કામ રૂ.૫૮.૩૮ લાખના ખર્ચે, આર.સી.સી. રિટેન્શન વોલ રૂ.૩૨ લાખના ખર્ચે, પી.એચ.સી. ખાતે એમ્બ્યુલન્સ રૂ. ૧૪ લાખના ખર્ચે, આરોગ્ય ઉપયોગી સાધનો જેવાકે ઇ.સી.જી., સેમી ઓટો ઓનલાઇઝર, ફ્રીઝ, કોમ્પ્યુટર સેટ રૂ. ૬ લાખના ખર્ચે, સી.સી. રોડ રૂ.૪૮ લાખના ખર્ચે, સ્કીલ ડેવલપમેન્ટર સેન્ટર અને ગ્રામ હાટ રૂ. ૬૦ લાખના ખર્ચે, ફાઇલ મેકીંગ યુનિટ રૂ.૧૦ લાખના ખર્ચે, પશુ દવાખાનુ રૂ.૨૪.૪૨ લાખના ખર્ચે, સંપ ઓવર હેડ ટેંક રૂ.૩૩.૩૧ લાખના ખર્ચે, એસ.ટી. બસ સ્ટોપ રૂ.૨.૦૭ કરોડના ખર્ચે, આયુર્વેદ હોસ્પિટલ રૂ.૨.૫ કરોડના ખર્ચે બનશે.

માર્ગ મકાન (રાજય) વિભાગ દ્વારા રૂ.૨૨૫.૬૮ લાખના ખર્ચે વાઇડનીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગ ઓફ આટકોટ-જસદણ રોડ, કિ.મી.૨૦૩ ટુ ૨૦૮.૬૦ પ્રગતિ હેઠળ છે. આટકોટની કૈલાસનગરની શાળાનું નવનિર્માણ રૂ.૪૨ લાખના ખર્ચે કરાશે.  આટકોટના પેટા આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડીંગ રૂ.૨૫.૫૦ લાખના ખર્ચે મંજૂર થઇ ગયુ છે. સિંચાઇ પંચાયત વિભાગ દ્વારા રૂ.૪૨.૧૬ લાખના ખર્ચે રીટેન્સન વોલનું કામ કરાશે.

આટકોટમાં ગત વર્ષે પૂર્ણ થયેલ અને પ્રગતિ હેઠળના કામો પૈકી આયોજનના કામો જોઇએ તો, રૂ. ૮.૬૦ લાખના ખર્ચે ભૂગર્ભ ગટરના કામો, રૂ. ૧ લાખના ખર્ચે લોયણ માતાના મંદિર પાસેના રસ્તે સી.સી. રોડનું કામ, રૂ. ૨ લાખના ખર્ચે કૈલાસનગર પાસે પી.વી.સી. પાઇપલાઇનના કામો, રૂ. ૨ લાખના ખર્ચે સ્મશાન કમ્પાઉન્ડ વોલના કામો, રૂ. ૨ લાખના ખર્ચે જુમા મસ્જિદ પાસે સી.સી. રોડના કામો, રૂ. ૨.૫ લાખના ખર્ચે અનુ.જાતિ સમાજના સ્મશાન પાસે પૂર સંરક્ષણ દિવાલનું કામ, રૂ. ૪ લાખના ખર્ચે કબ્રસ્તાનનું કામ, રૂ. ૨ લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ, રૂ. ૧.૯૫  લાખના ખર્ચે કબ્રસ્તાનના જાહેર રોડ પાસે પાણીનો ટાંકો બનાવવાનું કામ, રૂ. ૧.૨૫ લાખના ખર્ચે દલિત સમાજના સ્મશાનને કમ્પાઉન્ડ વોલના કામ, રૂ.૭ લાખના ખર્ચે આટકોટ રોડ ઉપર કમ્પાઉન્ડ વોલના કામનો સમાવેશ થાય છે.

આ તમામ વિકાસકામો પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના માર્ગદર્શન હેઠળ કરાશે, તેમ જસદણના પ્રાંત અધિકારી પી.એચ.ગલચરની યાદીમાં જણાવાયું છે.

(3:32 pm IST)