Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

જેતપુરમાં જળ બંબાકાર અઢી કલાક માં અઢી ઇંચ વરસાદ ખાબક્યો.: ઠેર ઠેર પાણી ભરાયાં : લોકોને ગરમીમાં રાહત : ખેડૂતોમાં ખુશીનો માહોલ

જેતપુર : આજે રાજકોટ સહીત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે રાજકોટ સહીત અનેક શહેરોમાં મેઘરાજાએ માહેર કરી છે જેતપુરમાં જળ બંબાકાર અઢી કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદના કારણે ઠેર ઠેર  પાણી ભરાયાં છે જેતપુરમાં વરસાદને કારણે લોકોને ગરમીમાં રાહત મળી છે જયારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો


 

(6:55 pm IST)