Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મોરબીની કલેકટર કચેરીમાં સફાઈ તો કરાય છે પરંતુ સફાઈ કરી કચરાના ઢગલા જેમના તેમ

કોન્ટ્રાકટર પોતાની મનમરજી ચલાવી કચરાના ઢગલા કચેરીની લોબીમાં જ છોડી દેતો હોય કર્મચારીઓ-અધિકારીઓ અને કામકાજ અર્થે આવતા અરજદારોને ગંદકી સહન કરવાનો વારો

મોરબી જીલ્લા સેવા સદનમાં સફાઈ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોય જોકે સફાઈ કોન્ટ્રાકટર પોતાની મનમરજી ચલાવી રહ્યો હોય તેવો ઘાટ જોવા મળે છે કારણકે કચેરીમાં સફાઈ કરી કચરાનો ઢગલો ત્યાં જ છોડી દેવામાં આવતો હોય છે જેથી અહી કામ કરતા કર્મચારીઓ-અધિકારીઓ અને કામકાજ અર્થે આવતા અરજદારોને ગંદકી સહન કરવાનો વારો આવે છે

મોરબીની કલેકટર કચેરીમાં બીજા માળે કચરાના ઢગલા જોવા મળે છે અહી સફાઈ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોય જેથી કચેરીની લોબીમાં સફાઈ તો કરવામાં આવે છે પરંતુ સફાઈ કર્યા બાદ કચરાનો ઢગલો ત્યાં જ છોડી દેવામાં આવે છે જે અંગે કોન્ટ્રાકટર ફક્ત કચરો સાફ કરવાનો હોય છે અને કચરો નીચે ડસ્ટબિનમાં કચેરીના પ્યુનને નાખવા જવાનો હોય છે છતાં ઘણી વખત તેઓ કચરાના ઢગલા ઉપાડતા હોવાનું જણાવ્યું હતું તો જીલ્લા સેવાસદનના બીજા માળે રૂમ નં ૨૧૨-૨૧૩ માં જ્યાં કચરાના ઢગલા પડ્યા છે તે જીલ્લા આયોજન અધિકારીની કચેરી હોય જેથી કચરા અંગે જે કે બગીયાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે કોન્ટ્રાકટર કચરો લઇ જતા નથી બીજા માળે અનેક ઓફીસ આવેલ છે પરંતુ કચરો અહી એકત્ર કરીને રાખવામાં આવે છે એટલું જ નહિ બીજા માળે પોતા પણ સમયસર થતા ના હોવાનું જણાવ્યું હતું તો આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે આ અંગે કોન્ટ્રાકટરને સુચના આપવામાં આવશે
જોકે મોરબીના જીલ્લા સેવાસદનમાં જ સફાઈ બાબતે આટલી ઉદાસીનતા જોવા મળતી હોય અને કોન્ટ્રાકટ આપ્યો હોવા છતાં કોન્ટ્રાકટર પોતાની મનમરજી ચલાવી કચરાના ઢગલા કચેરીની લોબીમાં જ છોડી દેતો હોય ત્યારે આવા કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરી દાખલો બેસાડવો જરૂરી બની જાય છે

(9:45 pm IST)